શ્રદ્ધાળુઓથી ભરેલી બસ, ટ્રેન સાથે ટકરાતા થયો ભયંકર અકસ્માત- એકસાથે આટલાના મોત

પાકિસ્તાનમાં શુક્રવારની બપોરે એક ટ્રેન અકસ્માતમાં 19 શીખ શ્રદ્ધાળુના મૃત્યુ નીપજ્યા હતા.શીખ શ્રદ્ધાળુ એક બસમાં લાહોર થી કરાચી તરફ જઇ રહ્યા હતા.તેમની બસ ‘શાહ હુસૈન એક્સપ્રેસ’ સાથે અથડાઇ ગઇ હતી.આ અકસ્માત ફારૂકાબાદ સ્ટેશન પાસે થયો હતો.પાકિસ્તાનની ન્યૂઝની વેબસાઇટ ‘ધ ડોન ન્યૂઝ’ મુજબ 15 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

રેલવે અધિકારીઓએ જણાવતાં કહ્યું હતું,કે અકસ્માતનું કારણ ફાટક વગરનું રેલવે ક્રોસિંગ છે.’શાહ હુસૈન એક્સપ્રેસ’ અહીં ઝડપથી પસાર થઈ રહી હતી.આ સમયે બસના ડ્રાઇવરે પણ ગેટને ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો.ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો.ત્યાંના રેલવેમંત્રી શેખ રશીદે આ ઘટના અંગે કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા છે. રિપોર્ટ મુજબ બધા શીખ શ્રદ્ધાળુ નનકાના સાહિબથી પાછાં ફરી રહ્યા હતા.

પાકિસ્તાનમાં ગયાં વર્ષે ઓક્ટોબરમાં તેજગામ રેલવે દુર્ઘટના બની હતી.જેમાં 89 લોકોના મોત નિપજયા હતા.ત્યારે ઈમરાન ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે.જે વીડિયો નવાઝ શરીફના સમયનો હતો.ત્યારે ઈમરાને રેલવે અકસ્માત પછી રેલમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી જો,કે તેજગામની દુર્ઘટના પછી રેલવે મંત્રી શેખ રશીદનો ઇમરાને બચાવ કર્યો હતો.તે સિવાય 1 જુલાઇ 2019ના સાદિકાબાદમાં માલગાડી અને એક્સપ્રેસ ટ્રેનની દુર્ઘટનામાં 11 લોકોના મોત નિપજયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *