સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.
ત્યારે ફરી એક વખત તેવી જ ઘટના સામે આવી છે. 19 વર્ષની યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, હોટલમાં 12 નરાધમોએ તેના પર બળાત્કાર ગુજાર્યો. સાઇપ્રસના આ મામલામાં સ્થાનિક કોર્ટના એક જજે યુવતીને ખોટા આરોપ લગાવવા માટે દોષી ઠેરવી છે. દોષી ઠેરવવામાં આવ્યા બાદ યુવતીને એક વર્ષ સુધીની સજા થઇ શકે છે. પરંતુ આ નિર્ણય પર બ્રિટિશ યુવતીની માતાએ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે, જજે બદલો લેવાની ભાવનાથી આ ચુકાદો આપ્યો છે.
યુવતીની માતાએ કહ્યું કે નિર્ણય વિરુદ્ધ અપીલ કરવામાં તે પોતાની દિકરીની મદદ લેશે. સાથે જ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, યુવતીની સાઇક્લોજીસ્ટે કહ્યું કે, જજે આ મામલે સુનાવણી દરમિયાન પીડિતાના પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પર વિચાર નથી કર્યો. બ્રિટિશ યુવતીએ કહ્યું હતું કે, જુલાઇમાં તે રજાઓ ગાળવા માટે સાઇપ્રસ ગઇ હતી. આ દરમિયાન 12 ઇઝરાયલી યુવકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. અગાઉ યુવતીએ કહ્યું હતુ કે સાઇપ્રસ પોલીસે તેને તે સ્વીકારવા માટે મજબૂર કરી હતી કે તે આ ઘટના વિશે ખોટુ બોલી છે.
આ મામલે ખુલાસો થયા બાદ 12 આરોપી યુવકોની પોલીસે ધરપકડ કરી હતી પરંતુ પછીથી તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. તે બાદ યુવતીની ખોટુ બોલવાના આરોપસર સાઇપ્રસ પોલીસે ધરપકડ કરી હતી. સાથે જ મહિલાના વકીલોએ તેવા સંકેત પમ આપ્યા હતાં કે, આ મામલે તે યુરોપિયન માનવાધિકાર ન્યાયાલયમાં અપીલ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.