અભિનંદન તો પરત આવશે, પણ 1971માં પકડાયેલા 54 “અભી” નો આજ સુધી કોઈ પત્તો નથી… વાંચો રિપોર્ટ

Published on: 3:58 pm, Thu, 28 February 19

ભારતીય પાયલોટ અભિનંદનને આવતીકાલે પાકિસ્તાન વાઘ બોર્ડર ના રસ્તે છોડીરહ્યુ છે. ભારત માટે સારી વાત એ છે કે કમસે કમ પાકિસ્તાને ગઈકાલે જ માની લીધુ હતુ કે ભારતીય પાયલોટ તેમની કસ્ટડીમાં છે. પાકિસ્તાનની કસ્ટડી હેઠળના ભારતીય પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદનને તાત્કાલીક છોડી મુકવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન સમક્ષ માંગ કરી હતી.

વિદેશ મંત્રાલય દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો પાયલોટ સાથે ખરાબ વર્તાવ થયો તો ભારત આકરી કાર્યવાહી કરશે. પાકિસ્તાન કંધારમાં વિમાન હાઈજેકિંગ જેવી પરિસ્થિતિ ઉભી કરવા માંગે છે પણ પાયલોટને પાછો મોકલવાના મામલામાં કોઈ સોદાબાજી નહી થાય. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થયા બાદ અભીને પાકિસ્તાનીઓ દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો, જેને પાકિસ્તાની આર્મીએ સુરક્ષિત કરેલ.

બાકી 1965 અને 1971ના યુધ્ધ વખતે પાકિસ્તાનના હાથે કેદ પકડાયેલા ભારતીય વાયુસેનાના હવાબાજો પાકિસ્તાનના યુધ્ધ કેદી છે તે માનવા માટે પાક આજે પણ તૈયાર નથી.

1971ના યુધ્ધ વખતે ભારતના 24 પાયલોટ પાકિસ્તાનમાં પકડાઈ ગયા હતા.તેની સાથે સાથે 17 આર્મી ઓફિસર, 12 જવાનનો, એક નેવી ઓફિસરનો  પણ સમાવેશ થતો હતો.આમ કુલ 54 ભારતીયોને પાકિસ્તાને બંદી બનાવ્યા હતા.

જોકે આજ સુધી પાકિસ્તાને આ ભારતીયો પોતાના કબ્જામાં હોવાનુ સ્વીકાર્યુ નથી.યુધ્ધ થયા બાદ ભારત સરકાર અને યુધ્ધ કેદીઓના પરિવારજનો વારંવાર પાકિસ્તાનને પૂરાવા આપતા રહ્યા છે પણ નફ્ફટાઈપૂર્વક દર વખતે પાક સરકારે આ જવાનો અને અધિકારીઓ પોતાની જેલમાં બંધ હોવાની ના જ પાડી છે.

આ યુધ્ધકેદીઓની શું સ્થિતિ છે,તેઓ જીવે છે કે નહી તેની કોઈ જાણકારી નથી.યુધ્ધ પછી ભારતમાં જેટલી સરકારો આવી તે તેમને ભુલાવી ચુકી છે ત્યારે તેમના પરિવારજનો આજે કહી રહ્યા છે કે ફરી એક વખત 71ના યુધ્ધ કેદીઓનો મુદ્દો ઉઠાવવાનો અત્યારે યોગ્ય સમય છે.સરકારે ઈન્ટરનેશનલ કોર્ટમાં પણ આ મુદ્દો ઉઠાવવો જોઈએ.