આજે 1 ડિસેમ્બરબના રોજ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી (Gujarat Election 2022)નું આયોજન કરવામાં આવ્યું હતું. જે મતદાન હાલ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે.સવારથી મતદારોએ લાઈનો લગાવી મત આપવા પહોંચી ગયા હતા.
દક્ષિણ ગુજરાત:
ત્યારે હવે કેટલા ટકા મતદાન થયું એ વિશે વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 64.40 ટકા મતદાન નોંધાયું છે. જયારે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં સૌથી વધુ મતદાન તાપીમાં 72.32 ટકા મતદાન નોંધાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છ:
આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. સવારવા 8થી 5 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન યોજાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર સંભવિત 54.53 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથમાં 60.46 ટકા અને સૌથી ઓછું ભાવનગરમાં 51.34 ટકા મતદાન નોંધાયું છે.
સુરત:
ત્યારે સુરતની વાત કરીએ તો, ઓલપાડમાં 59.04, માંગરોલમાં 60, માંડવીમાં 64.25, કામરેજમાં 60, સુરત ઈસ્ટમાં 62.9, સુરત નોર્થમાં 55.32, વરાછામાં 55.63, કરંજમાં 49.53, લીંબાયતમાં 51.35, ઉધનામાં 55.69, મજુરામાં 55.39, કતારગામમાં 52.55, સુરત વેસ્ટમાં 60.04, ચોર્યાસીમાં 54.04, જયારે બારડોલીમાં 60.21 તેમજ મહુવામાં સૌથી વધારે 71.36 ટકા મતદાન નોંધવામાં આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં પહેલું ઈવીએમ વાપીના 193 નંબરના બૂથ પર ખોટકાયું હતું. મૂકપોલ વખતે ઈવીએમ ખોટવાયું હોવાનું ધ્યાનમાં આવતાં જ જિલ્લા ચૂંટણીની અધિકારીની ટીમને ઘટનાની જાણ કરાઈ અને ઈવીએમ બદલ્યું હતું. નાંદોદમાં મતદાન મથકના ગેટ ખૂલતાંની સાથે જ મતદારોએ રીતસર દોટ મૂકી હતી. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતાં ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા છે. જે આગામી 8મી ડિસેમ્બરના રોજ ખુલશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.