પંજાબના લુધિયાણામાં ગુરુવારે એટલે કે આજરોજ કોર્ટ સંકુલમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ ત્રીજા માળે થયો હતો. આ અકસ્માતમાં ગ્રાઉન્ડ ફ્લોર પરના વાહનોને પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. તે જ સમયે, ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
Punjab | Explosion in Ludhiana District Court Complex, several feared injured
Details awaited.
— ANI (@ANI) December 23, 2021
સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્ટમાં IED બ્લાસ્ટ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ માટે ખૂબ જ ભારે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ થતાં જ કોર્ટ પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ કોર્ટના બાથરૂમમાં થયો હતો. તેણે દાવો કર્યો છે કે, કોઈ વ્યક્તિ આવીને આ બ્લાસ્ટને અંજામ આપ્યો છે. હાલ ઘટનાસ્થળેથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.