RBI એ લગાવ્યો પ્રતિબંધ- આ લોકો 5000 થી વધુ રૂપિયા નહિ ઉપાડી શકે!

બગડતી નાણાકીય સ્થિતિ (Financial position)ને કારણે હવે વધુ એક બેંક આરબીઆઈ (RBI)ના એક્શન હેઠળ આવી છે. સેન્ટ્રલ બેંકે બગડતી પરિસ્થિતિને સુધારવા માટે બેંગલુરુ સ્થિત શુશ્રુતિ…

બગડતી નાણાકીય સ્થિતિ (Financial position)ને કારણે હવે વધુ એક બેંક આરબીઆઈ (RBI)ના એક્શન હેઠળ આવી છે. સેન્ટ્રલ બેંકે બગડતી પરિસ્થિતિને સુધારવા માટે બેંગલુરુ સ્થિત શુશ્રુતિ સૌહાર્દા સહકાર બેંક નિયામિતા પર ઘણા નિયંત્રણો લગાવ્યા છે. હવે આ બેંકના ગ્રાહકો તેમના ખાતામાંથી 5 હજાર રૂપિયાથી વધુ રોકડ ઉપાડી શકશે નહીં.

છ મહિના માટે લાદવામાં આવેલા નિયંત્રણો, પાછળથી સમીક્ષા:
માહિતી મળી આવી છે કે, RBIએ ગુરુવારે એક નિવેદનમાં બેંગલુરુ સ્થિત શુશ્રુતિ સૌહાર્દા સહકાર બેંક નિયમિતા પર ઘણા નિયંત્રણો લાદવાની સૂચનાઓ જારી કરી. બેંકના ગ્રાહકોના ઉપાડ ઉપરાંત, સેન્ટ્રલ બેંકે કોઈપણ લોન આપવા અથવા તેના નવીકરણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. RBIના જણાવ્યા અનુસાર, 07 એપ્રિલ 2022ના રોજ કારોબાર સમાપ્ત થતાની સાથે જ આ તમામ નિયંત્રણો અમલમાં આવી ગયા છે. બેંકે કહ્યું કે આ નિર્દેશો 07 એપ્રિલથી આવતા છ મહિના માટે લાગુ થશે. છ મહિના પછી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તેના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.

આ કામો માટે આરબીઆઈની મંજૂરી લેવાની રહેશે:
શુશ્રુતિ સૌહાર્દા સહકાર બેંક નિયમિતા હવે સેન્ટ્રલ બેંકની પૂર્વ પરવાનગી વગર ન તો કોઈ લોન રિન્યૂ કરી શકશે કે ન તો કોઈ નવી લોન આપી શકશે. આ ઉપરાંત, કોઈપણ રોકાણ કરવા, ભંડોળ એકત્ર કરવા, નવી થાપણો સ્વીકારવા, કોઈપણ ચુકવણી કરવા અથવા ચુકવણી માટે સંમતિ, વેચાણ અથવા અન્ય વ્યવસ્થા દ્વારા કોઈપણ સંપત્તિનું વેચાણ કરવા પહેલાં પણ RBIની પૂર્વ મંજૂરીની લેવી પડશે. શુશ્રુતિ સૌહાર્દા સહકાર બેંક નિયમિતા RBIની મંજૂરી વિના કોઇપણ કામ કરી શકશે નહિ.

બેંકનું લાઇસન્સ હજુ સુધી રદ કરવામાં આવ્યું નથી:
કેન્દ્રીય બેંકે નિવેદનમાં એમ પણ કહ્યું છે કે શુશ્રુતિ સૌહાર્દા સહકાર બેંક નિયમિતામાં બચત ખાતું, ચાલુ ખાતું અથવા અન્ય કોઈપણ પ્રકારની થાપણ ધરાવતા ગ્રાહકો રૂ. 5 હજાર રૂપિયાથી વધુ રોકડ ઉપાડી શકશે નહીં. આરબીઆઈ દ્વારા 5000 રૂપિયા સુધી ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે રિઝર્વ બેંકે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ નિર્દેશોનો અર્થ એવો નથી કે શુશ્રુતિ સૌહાર્દા સહકાર બેંક નિયમિતાનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. શુશ્રુતિ સૌહાર્દા સહકારા બેંક નિયમિતા પ્રતિબંધો સાથે બેંકિંગ વ્યવસાયમાં રહેશે અને નાણાકીય પરિસ્થિતિ સુધરે પછી પ્રતિબંધો હળવા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *