ગોંડલ પાસે સર્જાયો કાળમુખો અકસ્માત, કારનો ભુક્કો બોલી જતા માંડ-માંડ બહાર કઢાયા મૃતદેહ- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે(Gondal-Rajkot National Highway) પર આવેલી ભુણાવા ચોકડી નજીક અવાર નવાર અકસ્માત(accident)ના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારના સમયે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં નવેનવી નંબર વગરની કારનો ભુક્કો બોલી ગયો હતો. જેના ચાલક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.જ્યારે સાથેની એક યુવતીને ગંભીર ઈજા પહોંચી હોવાને કારણે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ(Rajkot Civil Hospital)માં ખસેડવામાં આવી હતી પરંતુ તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અકસ્માત અંગેની વધુ વિગતો અનુસાર, રાજકોટ નજીકના કોઠારીયા ગામે રહેતા અને રાજકોટ શહેરના ડીરા’ઝ કાફેમાં મેનેજર તરીકે નોકરી કરતા હર્ષ ભરતભાઈ ભાલાળા ઉંમર વર્ષ 25 કાર લઇ ગોંડલ બાજુ આવી રહ્યા હતા ત્યારે ભુણાવા ચોકડી પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાતા પરિવારમાં એકના એક એવા આશાસ્પદ યુવાનનું દર્દનાક મોત નીપજ્યું હતું.જ્યારે હતા.જયારે તેની સાથે મોતને ભેટેલી યુવતી કોણ છે. તેની તપાસ હાલમાં થઇ રહી છે.

જણાવી દઈએ કે, પોતે સવારે પોણા પાંચેક વાગ્યા આસપાસ રીબડા ટોલનાકા પછી ભૂણાવાના પાટીયા નજીક નંબર વગરની કાળા રંગની ટાટા હેરીયર કાર સાથે ટ્રક અથડાતાં કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલી અજાણી આશરે 30-32 વર્ષની યુવતિને ગંભીર ઇજા પહોંચી હતી જેને કારણે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

પરંતુ જો કે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગેની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનો સાઇડમાં લેવડાવી લીધા હતા અને રસ્તા પર રહેલા ટ્રાફિકને કલીયર કરાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *