આ ઘટના મધ્યપ્રદેશના રતલામ ગામની છે. ત્યાં એક સગીરની તેના પોતાના જ બે મિત્રોએ હત્યા કરી નાંખી. તેને મોબાઈલ પર ફ્રી ફાયર ગેમ રમવા માટે તેને ગામની બહાર બોલાવ્યો હતો. રમત દરમિયાન ગેમના ટાસ્કની માફક તેનું ગળુ ખૂબ ઝડપથી મરડી નાખ્યું હતું, જેને કારણે તેના ગળાનું હાંડકું તૂટી ગયું અને સ્થળ પર જ તેનું મોત નીપજ્યું. કોઈને આ વાત ની ખબર ન થાય તે માટે જમીનમાં ખાડો ખોદીને તેના મૃતદેહને દાટી દેવામાં આવ્યો. જ્યારે સગીર ઘરે ન પહોંચ્યો ત્યારે તેના પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી. પોલીસે પૂછપરછમાં બે આરોપીની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, એક આરોપી સગીર છે.
વધુ જાણકારી મુજબ આ ઘટના રતલામના આલોટથી 5 કિલોમીટર દૂર આવેલા દયાલપુરા ગામની છે. મૃત્યુ પામનાર બાળકનું નામ વિશાલ સિંહ(ઉ.વ.15) છે. આરોપી ઉલ્ફત સિંહ(ઉ.વ.18) અને એક 16 વર્ષીય એક સગીર તેમના સારા મિત્ર હતા. ત્રણેયને મોબાઈલ પર ઓનલાઈન ગેમ રમવાની ટેવ હતી.
પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતા હતા આરોપી
પોલીસએ આ બનાવ અંગે કાર્યવાહી હાથઘરી છે. તેમજ પોલીસના જણાવ્યા મુજબ મૃતકના પિતાએ શનિવારે સવારે પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે, તેમનો દિકરો વિશાલ શુક્રવારની રાતથી જ ગુમ છે. રાત્રે 9 વાગે વિશાલને એક કોલ આવ્યો હતો. ત્યારબાદ તે બહાર જવાની વાત કહી નિકળી ગયો. રાત્રી દરમિયાન તેની શોધખોળ કરવામાં આવી, પણ મળ્યો નહીં.
ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસ ટીમે તપાસ શરૂ કરી. ગામના લોકોએ પોલીસને માહિતી આપી કે છેલ્લે તેમણે વિશાલને તેમના મિત્રો સાથે બાઈક પર જતા જોયો હતો. પોલીસે બન્નેની કડક પૂછપરછ કરતા તેમણે હત્યાની કબૂલાત કરી હતી.
શા માટે કરી હતી હત્યા?
મુતક વિશાલે તેના બંને મિત્રો(આરોપીઓ) સિગારેટ પીતા હોવાની, તમાકુ ખાતા હોવાની તથા છોકરીઓ સાથે સંબંધ હોવાની વાત પરિવારજનોને જણાવી દીધી હતી. આ કારણથી આરોપીઓ ગુસ્સામાં હતા, તેથી તેને બદલો લેવા આરોપી એ વિશાલને ગેમ રમવા માટે ગામ ની બહાર બોલાવ્યો હતો. ત્યારબાદ બાઈક ઉપર તેમને ગામથી થોડા દૂર લઈ ગયા, જ્યાં પહેલેથી જ એક ખાડો ખોદવામાં આવેલો હતો.
તેમના પ્લાન અનુસાર ગેમમાં ટાસ્કની મારફતે બન્ને આરોપીએ વિશાલનું ગળુ મરડી નાખ્યું હતું જેથી તેના ગળાનું હાંડકુ તૂટી ગયું અને ઘટના સ્થળે જ વિશાલનું મોત થઈ ગયું. ત્યારબાદ બન્નેએ મૃતદેહને ખાડો ખોદીને દાટી દીધો. તેની ઉપર માટી અને પથ્થરથી ખાડો બુરી દીધો જેથી કોઈ શંકા ન થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.