તૌક્તે વાવાઝોડા ને લઈને અત્યાર સુધીના મોટા સમાચાર- હવામાન વિભાગે જણાવી મોટી વાત

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ”તાઉ-તે” સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 12.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 162 કિ.મી. દૂર સ્થિત છે.

”તાઉ-તે” વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ ૧૮૫ કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ ૧૫૦થી ૧૮૫ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

LIVE જુઓ અત્યારે ક્યાં પહોચ્યું ”તાઉ-તે” વાવાઝોડું

તૌક્તેને (TAUKTAE) લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગઈકાલે સાંજના સમયથી વાવાઝોડાની અસર શરુ થઇ ગઈ છે. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ પંથકમાં 17 અને 18 મેના રોજ ભારેથી અતિભારે વરસાદ થશે.

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 17 જિલ્લાના 655 ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, NDRFની 50 ટીમ, SDRFની 10 ટીમ હાલ ખડેપગે છે. ગુજરાતમાં સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. મૌસમ વિભાગ અનુસાર, તોફાન 17મેની સાંજથી 18મેએ ગુજરાતના સમુદ્ર કિનારે અથડાશે. મૌસમ વિભાગે ચેતવણી આપી છે કે આ તોફાન 24 કલાકમાં વધારે ખતરનાક થઈ શકે છે. 18 મે સવારે ચક્રવાત તોફાન પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાત તટ પાર કરી શકે છે. હાલ તૌકતે વાવાઝોડું ગુજરાત થી 280 કીમી દૂર તેમજ દીવ થી 240 કીમી દૂર છે. આ ઉપરાંત, મુંબઈ થી 150 કીમી દૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *