ખાખીની બહાદુરીને સલામ! પાણીના ધસમસતા પ્રવાહમાં જઈને પોલીસે જુઓ કેવી રીતે બચાવ્યો યુવકનો જીવ

વાયરલ(Viral): સોશિયલ મીડિયા(Social media) પર એક વિડિયો વાયરલ(Viral video) થઈ રહ્યો છે, જેમાં પૂરને કારણે કેનાલમાં જોરદાર વહેણ વચ્ચે બે પોલીસકર્મીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને એક વ્યક્તિને બચાવી રહ્યા છે. લોકસભા સાંસદ અને રાષ્ટ્રીય કોંગ્રેસ(Congress) પાર્ટીના નેતા સુપ્રિયા સુલે(Supriya Sule)એ શનિવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વિડીયો શેર કર્યો હતો.

વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે પોલીસ કોન્સ્ટેબલ(Police constable) સદ્દામ શેખ અને અજીત પોકરે ઝડપી પ્રવાહની નહેરમાં પ્રવેશ કરે છે અને પૂણેના દત્તાવાડીના શિવાણે ગામમાં આવેલા બાગુલ ઉદ્યાનમાં ડૂબી રહેલા માણસને બચાવવાની તમામ કોશિશ કરે છે.

સુપ્રિયા સુલેએ વિડીયોની સાથે કેપ્શન લખ્યું, “પોલીસ કોન્સ્ટેબલ સદ્દામ શેખ અને અજિત પોખરેએ પૂણેના દત્તાવાડીમાં કેનાલમાં ડૂબતા એક વ્યક્તિનો જીવ બચાવ્યો. આ બંનેએ પોતાનો જીવ જોખમમાં મુકીને કરેલું બહાદુર કાર્ય પ્રશંસનીય છે. અમને મહારાષ્ટ્રને પોલીસ પર ગર્વ છે.”

આ બંને પોલીસકર્મીઓની બહાદુરીના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે ચોમાસાના આગમનથી મહારાષ્ટ્રમાં બેકાબૂ વરસાદ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તમામ જિલ્લાઓને હાઈ એલર્ટ પર રહેવા અને સ્થિતિ પર નજર રાખવા જણાવ્યું છે. તેમણે લોકોને જ્યાં જરૂર હોય ત્યાં સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે. બચાવ પગલાં લેતા, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ રાજ્યના એવા વિસ્તારોમાં 17 ટીમો તૈનાત કરી છે, જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *