ધુળેટીનાં દિવસે જ મોત ભેટયું: તળાવમાં નાહવા પડેલા 2 સગીરના ડૂબી જવાંથી થયા કમકમાટીભર્યા મોત

ગઈકાલે ધુળેટીના તહેવારની લોકો ઉજવણી કરી રહ્યાં હતાં પણ આ ઉત્સવ રાજ્યના સુરત શહેરના 2 સગીરોને ખુબ ભારે પડ્યો હતો. સુરતના ચલથાણની 5 વીઘા સરકારી જમીન પર બનાવવામાં આવેલ તળાવમાં ધુળેટીના દિવસે નાહવા પડેલા બાજુના ગામના 2 પરપ્રાંતીય સગીરો ડૂબી ગયા હતા.

ત્યારપછી સત્યમ માલી તથા સૌરભ રોય નામના બન્ને સગીરનાં મોત નીપજ્યા હતાં. ફાયરબ્રિગેડને કોલ કર્ય પછી મોડે મોડે 1 કલાક પછી આવતા બન્ને સગીરની 2 કલાકની જહેમત પછી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતાં. ત્યારપછી બન્ને સગીરના મૃતદેહને ચલથાણની ખાનગી હોસ્પિટલમાં કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા.

વ્હેણ ફૂટવાને લીધે તળાવમાં 10 ફૂટ પાણી ભરાઈ ગયું હતું :
આ અંગે મળતી માહિતી પ્રમાણે પલસાણા તાલુકામાં આવેલ ચલથાણ ગામમાં બ્લોક નંબર 93ની સરકારી જમીન પર 5 વીઘામાં તળાવ ખોદવામાં આવ્યું હતું. જેમાં તળાવ ખોદકામ વખતે વ્હેણ ફૂટવાને લીધે તળાવમાં 10 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું.

ધુળેટી નિમિત્તે બાજુમાં આવેલા તાંતીથૈયા ગામની મનમંદિર સોસાયટીમાં રહેતાં 5 પરપ્રાંતીય સગીરો જેમાં 17 વર્ષીય ક્રિષ્ના શ્રીભુવન ગુપ્તા અને સચિન રામચરણ સિંહ, સત્યમ માલી, સૌરભ રોય તથા અન્ય એક સગીરનો સમાવેશ થાય છે. જેનાં પૈકી સત્યમ માલી તથા સૌરભ રોય એમ બંને તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.

સાથે ગયેલા અન્ય 3 સગીરે બૂમાબૂમ કરી: 
બન્ને સગીરને ડૂબતા જોઈ બાકીના 3 સગીર કિનારે આવીને બૂમાબૂમ કરતાં ચલથાણ ગ્રામજનોને ઘટનાની જાણ થતાં ફાયરને જાણ કરવામાં આવી હતી પરંતુ કોલના 1 કલાક પછી ફાયર ઘટનાસ્થળ પર પહોંચી હતી તેમજ 2 કલાકની ભારે જહેમત પછી બન્ને સગીરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

કડોદરા પોલીસને ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર આવીને બને સગીરના મૃતદેહનો કબજો લઈ ચલથાણની સંજીવની હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા. કડોદરા પોલીસ દ્વારા હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

કોન્ટ્રેક્ટર તથા પંચાયતની મિલીભગતે 2 સગીરનો ભોગ લીધો :
તળાવના કોન્ટ્રેક્ટ દરમિયાન પંચાયત તથા કોન્ટ્રેક્ટરની વચ્ચે લેખિતમાં બાંયધરી આપવામાં આવી હતી કે, તળાવની ફરતે ફેન્સિંગ કરીને બ્લોક બેસાડવામાં આવશે. આની સાથે-સાથે 2 ઓવારા બનાવવામાં આવશે. જો કે, કોન્ટ્રેક્ટરની માટી ખોદકામની રોયલ્ટી પૂર્ણ થઈ જતાં કોન્ટ્રેક્ટર રાતોરાત કામ બંધ કરીને ફરાર થઈ ગયો હતો.

આ અંગે પંચાયતને જાણ પંચાયત તથા કોન્ટ્રાક્ટરની વચ્ચે થયેલ વાતચીતમાં ફક્ત 2 દિવસમાં કામની શરૂઆત કરવામાં આવશે એવી હૈયાધારણા આપીને સમગ્ર મામલો સમેટવામાં આવ્યો હતો. ત્યારપછી 1 મહિનામાં જ આ ગોઝારી ઘટના બની હતી. આમ, કોન્ટ્રાક્ટર તથા પંચાયતની મિલીભગતે 2 સગીરનો ભોગ લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *