યુનિવર્સીટીની વિદ્યાર્થીનીને શારીરિક-માનસિક ત્રાસ આપતા 2 પ્રોફેસર અને 1 ક્લાર્કની હકાલપટ્ટી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.પી.એડ. ભવનની 2 વિદ્યાર્થિનીએ ભવનના જ 2 અધ્યાપક તેમને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ બાદ રચાયેલ તપાસ કમિટીએ બન્ને અધ્યાપક, વિદ્યાર્થિનીના નિવેદન પણ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.પી.એડ. ભવનની 2 વિદ્યાર્થિનીએ ભવનના જ 2 અધ્યાપક તેમને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ બાદ રચાયેલ તપાસ કમિટીએ બન્ને અધ્યાપક, વિદ્યાર્થિનીના નિવેદન પણ લીધા હતા. જેમાં વિદ્યાર્થીનીઓએ બન્ને અધ્યાપક વિરુદ્ધના પુરાવાની DVD પણ કમિટીને સોંપી હતી. હવે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કેસમાં યુનિવર્સિટી દ્વારા કુલ 2 પ્રોફેસર અને 1 ક્લાર્કની પણ હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીને જાતીય સતામણીના મામલે યુનિવર્સિટી દ્વારા કડક પગલાં પણ લેવામાં આવ્યા છે. કુલપતિ દ્વારા જ પ્રોફેસર વિક્રમ વાંકાણી, ભગીરથસિંહ રાઠોડ અને ક્લાર્ક પૃથ્વીરાજસિંહ રાણાને પણ તાત્કાલિક અસરથી છુટા કરી દેવામાં આવ્યા છે. કુલ 2 પ્રોફેસર અને 1 ક્લાર્ક શારીરિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હતા. આ અંગે કુલપતિએ જણાવતાં કહ્યું કે, ભવિષ્યમાં પણ આવી જ ફરિયાદો સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

એમ.પી.એડ. ભવનની PHD ની અને 1 વર્ષ પહેલા જ અભ્યાસ છોડી દીધો તે વિદ્યાર્થિનીએ કુલપતિને અરજી કરી હતી, કે અધ્યાપક વિક્રમ વાંકાણી અને ભગીરથસિંહ રાઠોડ તેને શારીરિક-માનસિક ત્રાસ આપી રહ્યાં છે, અને મોડી રાત્રે પણ ફોન-મેસેજ કરી હાજર થવા માટે દબાણ કરે છે.

ઇન્ટર્નલ કમ્પ્લેઇન કમિટીના અધ્યક્ષ અનસુયાબેન ચોથાણી સહીતના સભ્યો અને સિન્ડીકેટ સભ્ય વિમલ પરમાર દ્વારા પણ બન્ને વિદ્યાર્થિની અને બન્ને અધ્યાપકોના નિવેદન લેવામાં આવ્યાં હતા. આ સાથે જ ભવનના બીજાં અધ્યાપક ભાવેશ કંટેશરીયા, ઇન્ચાર્જ હેડ ભરત રામાનુજ, ક્લાર્ક પૃથ્વીરાજસિંહ અને વિદ્યાર્થીનીઓના પણ નિવેદનો લેવામાં આવ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *