આ માનવ નહિ, દાનવ છે! પડોશમાં રહેતી બે વર્ષની બાળકીને રમાડવા લઇ જવાનું કહી પીંખી… વાસના ન સંતોષાઈ તો પિશાચી કૃત્ય આચરી મોતને ઘાટ ઉતારી

સુરત, ગુજરાત: દુષ્કર્માની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ભારત દેશમાં મહિલાઓ અને દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તેની કોઈ જાણ નથી. દિવસે ને દિવસે આવી હેવાનિયત ભરી ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આપણા દેશની દીકરીઓ અને મહિલાઓ બહાર તો ઠીક પરંતુ હવે તો ઘરમાં પણ સુરક્ષિત નથી.

આવી જ એક ચકચારી ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરમાંથી સામે આવી છે. સુરતમાં આવેલા સચિન વિસ્તારના એક ગામમાં બે વર્ષની બાળકી હવસનો શિકાર બની છે. સુરત શહેરને લજવે તેવી ઘટના ફરી એકવાર સામે આવી છે. સુરતના છેવાડે આવેલા સચિન વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી દેવામાં આવી છે.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચારિત મચી ગઈ છે. સચિનમાં આવેલા કપલેથા ગામમાં બાજુમાં રહેતા 23 વર્ષના ઈસ્માઈલ યુસુફ વિદર્મી યુવકે બે વર્ષની માસૂમને પિન્કી હતી. 27 વર્ષનો ઈસ્માઈલ અવારનવાર પાડોશમાં રહેતી બાળકીને રમાડવા માટે તેના ઘરે લાવતો હતો.

દર વખતની જેમ ગઈકાલે પણ તે બે વર્ષની માસુમને તેના ઘરે રમાડવા માટે લાવ્યો હતો. મોડી રાત થઈ ગઈ પરંતુ બાળકી ઘરે ન આવી હતી, જ્યારે પરિવારના લોકોને જાણ થઈ ત્યારે તેઓએ બાળકીની શોધ ખોળ કરવાનું શરૂ કર્યું. શોધ ખોળ દરમિયાન પરિવારને જાણવા મળ્યું કે બાળકી અને પડોશમાં રહેતો ઈસ્માઈલ સાંજથી જ ગાયબ છે.

ત્યારબાદ પરિવારના લોકોએ તરત જ પોલીસ સ્ટેશન ગયા અને પોલીસને બાળકી ન મળતી હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસને ફરિયાદ મળતા જ એક પણ મિનિટ બગાડ્યા વગર ગંભીરદાર થી બાળકીની શોધખો શરૂ કરી હતી. પોલીસે બાળકોની શોધખોળ કરવાનું 2 ટીમ પાડીને શરૂ કર્યું હતું. પોલીસની એક ટીમ બાળકીના ઘરે ગઈ ત્યારે બીજી તરફ બીજી ટીમ આસપાસના વિસ્તારમાં બાળકીને શોધી રહી હતી. આ દરમિયાન કાપલેથા ગામ નજીક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે બાળકીના માતા પિતા સાથે પૂછપરછ કરી અને પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે બાળકી છેલ્લી વાર પડોશમાં રહેતા ઇસ્માઈલ સાથે રમતી જોવા મળી હતી એટલે તરત જ પોલીસે ઈસ્માઈલની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગણતરીની કલાકમાં જ ઇસ્માઈલ પકડી લીધો હતો. હાલ પોલીસ બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે કે નહીં અને હત્યા કરી છે કે નહીં એ અંગે પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *