ફાર્મહાઉસ પર મજા માણવા ગયેલા દંપતીના મોત પહેલાની અંતિમ તસવીરો- આજીવન ગોહિલ પરિવારને રડાવશે આ દૃશ્યો

સુરત, ગુજરાત: ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરમાં બે દિવસ પહેલા વેલંજા નજીક અરેરાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. વેલંજાથી નવી પારડી જતી પિકઅપનું આગળનું ડ્રાઈવર સાઈડનું વ્હીલ ફાટી જતાં ડિવાઈડર કુદાવીને સામેની તરફ જઈને બે બાઈક અને એક રાહદારીને અડફેટ મારી હતી.

આ અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત નીપજ્યાં છે. ચાર મૃતકોમાં એક દંપતીનો પણ સમાવેશ થાય છે. આ દંપતી પરિવાર સાથે રવિવારની રજા હોવાના કારણે ફાર્મ હાઉસમાં ગયા હતા. દંપતી જયારે રજાઓનો આનંદ માણીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો.

આ દંપતી સુરતમાં આવેલા વરાછા વિસ્તારમાં રહેતા હતા. ગોહિલ પરિવારના આ દંપતી પરિવાર અને મિત્રો સાથે રવિવારે ફાર્મ હાઉસ પર ગયા હતા. મોજ મસ્તી કરીને પરત ફરતી વખતે દંપત્તી અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતના સમાચારથી આખે આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ક્યારે પણ કલ્પના ના કરી હોય તે પ્રકારની ઘટના એકા એક તેમના જીવનમાં સામે આવી છે. જીવનની અંતિમ મોજ મસ્તીની તસવીરો કેમેરામાં કેદ થઈ ગઈ હતી.અકસ્માત પહેલાં ફાર્મ હાઉસના સ્વિમિંગ પૂલમાં મારેલા ધૂબાકા અને મસ્તીના ફોટો અને વીડિયો કેમેરામાં કેદ થયા છે. ફાર્મ હાઉસમાં કરેલી આ મોજમસ્તીની ક્ષણો તેમના જીવનની અંતિમ ક્ષણો હતી.

રવિવારની રાજા હોવાથી ફાર્મ હાઉસમાં ગયા ત્યાં મોજમસ્તી કરી, પરિવારના લોકો સાથે જમ્યા અને સાથે સ્વિમિંગ પૂલમાં નાહ્યા પણ હતા. કોને ખબર હતી કે આ મોજમસ્તી પરિવાર સાથેની આખરી મોજમસ્તી હતી. એક પુત્ર અને પુત્રીને છોડીને સદાને તેના માતા-પિતા જતા રહેવાના છે.

વિપુલ ગોહિલએ તાજેતરમાં કતારગામ જીઆઇડીસીમાં એમ્બ્રોઈડરીના મશીન ભાગીદાર સાથે શરૂ કર્યા હતા. વિપુલભાઈ અને તેમાં મિત્રો દ્વારા દર મહિને 1,000 રૂપિયા બચાવીને પૈસા એકત્રિત કરીને સમયાંતરે શહેરના નજીકના ફાર્મહાઉસમાં પરિવાર સાથે મોજમસ્તી કરવા માટે જતા હતા. કોને ખબર હતી કે આ આખરી મોજમસ્તી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *