આપને સો જાણીએ જ છીએ કે, વ્યાજખોરો વિરુદ્ધ રાજ્યવ્યાપી અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ગુજરાત પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે લોક દરબાર લગાવી રહી છે.
એવામાં ભાવનગર માંથી એક ખુબજ દુઃખત અને હૃદયકંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. માત્ર 500 રૂપિયાનું દેવું ન ચૂકવતા એક વ્યક્તિએ પોતાના પાડોશીની 2 વર્ષની માસુમ દીકરીનું ગળું દબાવીને હત્યા કરી દીધી. મૃતક દીકરીનું નામ સોનલ છે. તેના માતાનું નામ કાન્તાબેન ચારોલિયા છે. તેમના જણાવ્યા અનુસાર તેમની દીકરી 26 ડિસેમ્બરના રોજ ગુમ થઇ હતી.
ત્યાર બાદ CCTV કેમેરાની તપાસ કરવામાં અવી અને ત્યારે જોવા મળ્યું કે, છોકરીને છગન લઇ જતો હતો. બંને પરિવાર ફૂટપાથ પર રહે છે. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સથે આવ્યા અને 62 વર્ષીય છગન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બુધવારે આરોપીને છોકરી બાબતે પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન પોલીસને જાણ થઇ કે છોકરીની માતા કાન્તાબેનને 5,000 રૂપિયા ઉધાર લીધા હતા.5,000 રૂપિયા માંથી તેની માતાએ 4,500 રૂપિયા પાછા આપી દીધા હતા અને 500 રૂપિયા આપવાના બાકી હતી. આ કારણે બંને વચ્ચે મોટા ભાગે ઝઘડો થતો હતો.
બદલો લેવા માટે સોનલનું અપહરણ કર્યું. સોનલને નવા બંદર રોડ પાસે એક સૂમસામ જગ્યા પર લઇ ગયો અને પ્લાસ્ટિકના દોરડાથી ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ શબને ઝાડીઓમાં નાખી દીધું હતું. પોલસને બુધવારે શબ મળ્યું હતું. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું. અને આરોપીની ધડપક્ડ કરી હતી. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.