કોરોના મહામારીના સમયમાં લાગુ થયેલા લોકડાઉનના કારણે દેશમાં કરોડો લોકોએ પોતાના રોજગાર ગુમાવ્યા છે. ધંધાઓ ચોપટ થઇ ગયા છે. લોકોની અવાક શૂન્ય થઇ ગઈ અને અર્થવ્યવસ્થા ભાંગી પડી છે. અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા કેન્દ્ર સરકારે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. પરંતુ બ્રોકરેજ જાયન્ટ ગોલ્ડમેન સૈશને આશંકા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસને રોકવા માટેના દેશવ્યાપી લોકડાઉનથી ભારતના અર્થતંત્ર પર વિનાશક અસર પડશે અને વિશ્વની બીજી સૌથી મોટી વસ્તી અત્યાર સુધીની ખરાબ મંદીમાંથી પસાર થશે.
GDP 45% ઘટી જશે
ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં, દેશના જીડીપી વૃદ્ધિ દરમાં ગોલ્ડમેનના અગાઉના અંદાજના 20%ની તુલનામાં 45% ઘટાડો થશે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં 20%ની મજબૂત પુન: પ્રાપ્તિ થશે, જ્યારે ચોથા ત્રિમાસિકગાળા અને આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની વૃદ્ધિની આગાહી અનુક્રમે -14% અને -6.5% જાળવી રાખવામાં આવી છે.
આવી મંદી દેશે ક્યારેય નથી જોઈ
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, ગોલ્ડમના અર્થશાસ્ત્રીઓ પ્રાચી મિશ્રા અને એન્ડ્ર્યૂ ટિલ્ટને 17 મેના રોજ એક નોંધમાં લખ્યું હતું કે આ અંદાજનો અર્થ એ છે કે નાણાકીય વર્ષ 2021 માં વાસ્તવિક જીડીપી 5% સુધી ઘટી જશે. આવી ભયંકર મંદી જવાહર નહેરું, ઈંદિરા ગાંધી, મોરારજી દેસાઈના સમયે પણ ભારતે જોઇ ન હતી. એવું વરિષ્ઠ લોકો જણાવી રહ્યાં છે.
મંદીને તેજીમાં પરિવર્તિત કરવા સમય લાગશે
અર્થતંત્રને 20 લાખ કરોડની સહાય આપી છે જે પણ મંદીને તેજીમાં બદલી નહીં શકે. લોકડાઉન વધારવાની જાહેરાત કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા છેલ્લા ચાર દિવસમાં પાંચ વખત યોજાયેલી પત્રકાર પરિષદમાં અર્થતંત્રને 2 ટ્રિલિયન ડોલરનું પેકેજ આપવાની ઘોષણા બાદ કરવામાં આવી છે. અર્થતંત્ર માટે આ ટેકો દેશના જીડીપીના 10% છે. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં તાત્કાલિક અસર નહીં થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news