લોકડાઉન ખુલ્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં મોદી સરકારે ખેડૂતો માટે લીધા આ મોટા નિર્ણયો

સરકારે ખરીફ સિઝન 2020-21માં પડતર ખર્ચની તુલનામાં લઘુતમ ટેકાના ભાવ દોઢ ગણા થાય તે સ્તરે રાખવાનું પોતાનું વચન પાળ્યું છે. આજે ખરીફ સિઝન 2020-21ના 14…

સરકારે ખરીફ સિઝન 2020-21માં પડતર ખર્ચની તુલનામાં લઘુતમ ટેકાના ભાવ દોઢ ગણા થાય તે સ્તરે રાખવાનું પોતાનું વચન પાળ્યું છે. આજે ખરીફ સિઝન 2020-21ના 14 પાકના લઘુતમ ટેકાના ભાવ સીએસીપીની ભલામણોને આધારે જાહેર કરવામાં આવ્યા હતા. આ 14 પાકમાં વળતર પડતર ખર્ચની તુલનામાં 50 થી 83 ટકાની રેન્જમાં રહેશે. ભારત સરકારે રૂ.3 લાખ સુધીના બેંકોએ આપેલા ટૂંકા ગાળાના ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટેનાં તમામ ધિરાણો ચૂકવવાની આખરી તારીખ 31-08-2020 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

ત્વરિત ચૂકવણી કરવામાં આવશે તો ખેડૂતોને વ્યાજ રાહતનો પણ લાભ મળશે. તા.1 માર્ચ, 2020 અને 31 ઓગષ્ટ, 2020 વચ્ચે લેવાયેલા બેંકોના ટૂંકા ગાળાના ખેત ધિરાણોને 2 ટકા વ્યાજ સહાય (આઈએસ)નો લાભ મળતો રહેશે અને ખેડૂતોને ઝડપી ચૂકવણીમાં 3 ટકા વ્યાજ દરની રાહત મળશે. ભારત સરકારે ખેડૂતોને આવા ધિરાણો બેંકો મારફતે 7 ટકા વ્યાજના દરે આપવાનો નિર્ણય કર્યો છે, જેમાં વાર્ષિક 2 ટકા વ્યાજની રાહત રહેશે અને ખેડૂતો સમયસર ચૂકવણી કરશે તો વ્યાજનો 3 ટકાનો વધુ લાભ મળશે.

આ રીતે રૂ.3 લાખ સુધીનાં ધિરાણો વાર્ષિક 4 ટકા વ્યાજના દરે ઉપલબ્ધ થશે. ઈન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ (આઈએસએસ) નો પ્રારંભ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સહિતના પાક ધિરાણો ટૂંકા ગાળાની મુદત માટે પૂરા પાડવાના હેતુથી કરવામાં આવ્યો હતો. છેલ્લા થોડા અઠવાડિયાઓમાં ખેડૂતો તેમના ટૂંકા ગાળાના બાકી ધિરાણની રકમ ભરવા માટે બેંકો સુધી જઈ શક્યા નહીં હોવાથી કેબિનેટે લીધેલા નિર્ણયથી કરોડો ખેડૂતોને ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *