હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોના મોત પણ થઈ ચુક્યા છે. આ મહામારીની અસર તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. આ મહામારીને કારણે ઘણાં લોકો બેરોજગાર બન્યાં છે ત્યારે થોડા મહિના અગાઉ બોલીવુડનાં પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
સુશાંતે આત્મહત્યા કરી છે કે પછી એની હત્યા કરવામાં આવી છે એની તપાસ ચાલી રહી છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે સૌપ્રથમ બોમ્બે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ હાલમાં આ કેસમાં ડ્રગ્સનો મુદ્દો સામે આવ્યો છે. જેમાં અનેક હસ્તીઓના નામ સામે આવ્યા છે.
જેના કારણે હાલમાં આ કેસની તપાસ NCB કરી રહી છે. સૌપ્રથમ તો રિયા ચક્રવર્તી ત્યારબાદ દીપિકા પદૂકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂરનાં નામ સામે આવ્યા હતાં. ત્યારબાદ થોડા દિવસ પહેલાં જ આ તમામ અભિનેત્રીઓની NCB દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. આવા સમયે હાલમ જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
સુશાંત કેસની તપાસ કરી રહેલ NCBની ટીમના કુલ 20 કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને કારણે તંત્રમાં હોબાળો મચી ગયો છે. એક બાજુ આ ટીમના બાકીના સભ્યોના કોરોના ટેસ્ટની તપાસ હાથ ધરવામાં આવી છે. આની સાથે જતપાસ અટકી ન પડે તેની માટે અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી વધારાની ટીમ બોલાવવામાં આવી છે
અહી ઉલ્લેખનીય છે કે, આની અગાઉ પણ NCBની ટીમનાં કુલ 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. એક ડ્રગ પેડલર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મુંબઈ બહારથી આવેલ અધિકારીને ગેસ્ટહાઉસમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. આની સાથે જ દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, રાકુલ પ્રીત સિંહ તથા સારા અલી ખાનને પણ ટેસ્ટ કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે. કોરોના ગ્રસ્ત જોવા મળેલ લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle