વાલીઓ સાંભળજો… ખાનગી શાળાઓની ઉંચી ફીના કારણે ગુજરાત સરકારનો મોટો નિર્ણય- ધોરણ 8 પછી આપશે 20 હજાર

રાજ્યના નાણામંત્રીએ ગુજરાતના શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ 43651 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ધોરણ-૮ના વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે 20 હજારનું વાઉચર…

રાજ્યના નાણામંત્રીએ ગુજરાતના શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ 43651 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ધોરણ-૮ના વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે 20 હજારનું વાઉચર આપવામાં આવશે. ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે સરકાર 401 કરોડ ખર્ચ આપવાની છે.

તે ઉપરાંત શોધ અને સંશોધન ક્ષેત્રની શિષ્યવૃત્તિ યોજનાઓ માટે સરકાર 390 કરોડની ફાળવણી કરાશે. ગુજરાત સરકાર ડ્રોપ આઉટનો રેશિયો ઘટાડવા ઈચ્છે છે. ધોરણ 7માં અભ્યાસ કર્યા બાદ આગળનો અભ્યાસ કરતા નથી. કારણકે ધોરણ 8માં ખાનગી સ્કૂલની ફી વધુ હોવાથી આગળનો અભ્યાસ કરતા નથી.

ખાનગી સ્કૂલોમાં ઉંચા ફીના ધોરણોને કારણે બાળકો ધોરણ 7 બાદ અભ્યાસ છોડી દેતા જોવા મળે છે. આ આંકડાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકાર આ સતત વધતા આકડાને ઘટાડવા માંગે છે. તેથી સરકારે 20 હજારના વાઉચર આપવાની જાહેરાત કરી છે.

સરકારે 3109 કરોડ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ માળખાકીય સુવિધાઓ માટે ફાળવ્યા છે. ધોરણ 6 થી 12 સુધીનું શ્રેષ્ઠ શિક્ષણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે 64 કરોડ ફાળવામાં આવ્યા છે.

માળખાકીય સુવિધાઓ માટે સરકારી સ્કૂલોમાં 109 કરોડ ફાળવામાં આવ્યા છે. વહીવટી કામગીરી ઓછી કરવા માટે  શિક્ષકોની વહીવટી કામગીરી ઓછી કરવા માટે મોટી પ્રાથમિક સ્કૂલોમાં સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે 87 કરોડ ફાળવામાં આવ્યા છે.

ધોરણ 8 બાદ અભ્યાસ અતે RTE યોજના અનુસાર વિદ્યાર્થીને 20 હજારનું વાઉચર આપવામાં આવશે. આ યોજના માટે 50 કરોડનો ખર્ચ ફાળવામાં આવ્યા છે. તે ઉપરાંત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓને સુવિધાઓ માટે 64 કરોડ આપવામાં આવશે.નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા માટે 150 કરોડ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *