સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતાં બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના અમદાવાદમાંથી સામે આવી છે.
અમદાવાદના જમાલપુરમાં રહેતી 20 વર્ષની યુવતી સાંજે ઘરે એકલી હતી. તે દરમિયાન તેના પાડોશીએ તેની લાજ લૂંટવાના ઈરાદે ઘરમાં પ્રવેશી દરવાજાની સ્ટોપર બંધ કરી દીધી હતી. જોકે, યુવતીએ બૂમો પાડતાં આસપાસના લોકો ભેગાં થઈ ગયા હતા અને પાડોશી યુવકને પકડી પોલીસને હવાલે કરી દીધો હતો. યુવતીની ફરિયાદ મુજબ ગાયકવાડ પોલીસ દ્વારા પાડોશી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જમાલપુરમાં રહેતી 20 વર્ષની યુવતી સાંજના સમયે ઘરે એકલી હતી. આ દરમિયાન તેમના ઘરની બાજુમાં રહેતો સલીમ કુચામવાલા અચાનક મહિલાના ઘરમાં પ્રવેશ કરીને ઘરના દરવાજાની સ્ટોપર બંધ કરી દીધી હતી. જેથી યુવતીને પોતાની લાજ લૂંટવાનો પ્રયાસ કરતો હોવાની આશંકા જતાં તે જોરજોરથી બૂમો પાડવા લાગી હતી.
આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બીજી બાજુ લોકો ભેગા થઈ જશે તે ડરથી સલીમે દરવાજો ખોલી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં લોકોએ ભેગા થઈને તેને પકડી લીધો હતો. ડરી ગયેલી યુવતીએ પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. જેથી પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી સલીમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle