હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તોડ-જોડની નીતિની શરૂઆત થઈ ગઈ છે. પોરબંદરમાં ભાજપના આગેવાનો સહિત કુલ 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયાં છે. ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ જ ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે.
પોરબંદરના ભાજપના આગેવાનો સહિત કુલ 200થી પણ વધારે કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. પોરબંદરના યુવા ભાજપના પ્રમુખ અજય બાપોદરાના નાનાભાઈ વિજય સરમણ બપોદરા સહિત અને કુલ 200થી પણ વધારે કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.
કોંગ્રેસના ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન અર્જુનભાઇ મોઢવાડીયાની આગેવાની હેઠળ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં મોટું ભંગાણ થયું હોવાંથી ભાજપના નેતાઓ ચિંતામાં મુકાઈ ગયાં છે.
આવનાર સમયમાં યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી :
રાજ્યમાં આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારી શરુ કરી દેવામાં આવી છે. રાજ્યની કુલ 31 જિલ્લા પંચાયત, કુલ 231 તાલુકા પંચાયત અને કુલ 6 મહાનગર પાલીકા તેમજ કુલ 51 નગરપાલિકાની આવનાર સમયમાં ચૂંટણીનું આયોજન થવાં માટે જઈ રહ્યું છે ત્યારે 5 જાન્યુઆરીએ મતદાર યાદીની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરાશે. આખરી મતદાર યાદી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.
ભાજપના કુલ 40થી વધારે હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં :
કઠલાલ તાલુકાના નવા પ્રમુખ તથા મહામંત્રીના વિરોધમાં તમામ લોકોએ રાજીનામુ આપી દીધું છે. હજુ 2 દિવસ અગાઉ જ ખેડા શહેર ભાજપના કુલ 40થી પણ વધારે કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા. ખેડામાં આવેલ કઠલાલ તાલુકા ભાજપમાં સંગઠનની રચના પછી વિવાદ સામે આવી રહ્યો છે.
તાલુકા સંગઠનના કુલ 40થી વધારે હોદ્દેદારોએ સંગઠનની રચના પછી રાજીનામુ આપી દેતા જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. આ બધાં વિવાદ વિધાનસભા,લોકસભાની ચૂંટણીમાં અપક્ષનું કામ કરનારને પાર્ટી દ્વારા હોદ્દો આપવામાં આવતા નારાજ થયેલ પૂર્વ તાલુકા મહામંત્રી, પેજ સમિતિ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ રાજીનામું આપી દીધુ હતું. આ રાજીનામાને લીધે આગામી ચૂંટણીમાં ભાજપને ચોક્કસથી નુકસાન થવાના એંધાણ લાગી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle