એક શાળામાં મધ્યાહન ભોજન ખાધા બાદ એકાએક 200 બાળકો બીમાર પડી ગયા હતા. જ્યારે બાળકોએ ખોરાકમાં ગરોળી હોવાની ફરિયાદ કરી તો શિક્ષકે પહેલા તેમને ઠપકો આપ્યો અને કહ્યું – ગરોળી નથી એ રીંગણ છે. જ્યારે બાળકોએ ખાવાની ના પાડી તો શિક્ષકે તેમને માર માર્યો અને પરાણે ખવડાવ્યું.
પહેલો કોળીયો ખાતા જ બાળકોને દેખાઈ ગરોળી
મામલો મદત્તપુર ગામની એક સ્કૂલનો છે. ધોરણ 6 ની વિદ્યાર્થીની શિવાની એ જણાવ્યું કે ગુરુવારે મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું. આયુષ નામના વિદ્યાર્થીની પ્લેટમાંથી એક ગરોળી મળી આવી હતી. જ્યારે તેણે જોરથી બૂમો પાડી ત્યારે તમામ બાળકો ખોરાક છોડીને ઉભા થઈ ગયા. જ્યારે શિક્ષકને આ વાતની જાણ થઈ તો તેઓ ત્યાં પહોંચ્યા અને પ્લેટ જોઈને કહેવા લાગ્યા કે ગરોળી એ રીંગણ નથી. શિક્ષકે થાળીમાંથી ગરોળી કાઢી અને કહ્યું- શાંતિથી ખાવું હોય તો ખા, નહીંતર ઘરે જઈને ખા.
જમતા વેત ઉલટી કરવા લાગ્યા બાળકો
આ પછી પણ જ્યારે બાળકો જમતા ન હતા ત્યારે તેમને માર મારીને પરાણે ખવડાવ્યું. તે પછી બધાને ઉલ્ટી થવા લાગી. 200 જેટલા બાળકો બીમાર પડ્યા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ ધીરે ધીરે પરિવાર શાળાએ પહોંચવા લાગ્યો. તમામ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તમામ બાળકો ખતરાની બહાર છે.
વિવાદ વધ્યો તો ફેંકી દીધું જમવાનું…
બાળકોને ઉલ્ટીઓ શરૂ થતાં જ શાળામાં હાજર સ્ટાફ ચોંકી ઉઠયો હતો. સ્ટાફે બાળકોને સારવાર માટે લઈ જવાને બદલે ઉતાવળમાં પહેલા ખોરાક ફેંકી દીધો. શાળા પાસે જ ખોરાક ફેંકવામાં આવ્યો હતો. BDO તપાસ માટે પહોંચ્યા. જ્યાં ખોરાક ફેંકવામાં આવ્યો હતો તે સ્થળનું નિરીક્ષણ કર્યું તો ત્યાં એક મૃત ગરોળી પણ મળી આવી હતી.
આ ઘટના બાદ ગ્રામજનોએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. કેટલાક ગ્રામજનો કાર્યવાહીની માંગ સાથે ધરણા પર બેઠા હતા. અહીં ગ્રામજનોની માંગ પર નવા BEO એ રસોઈયાને કાઢી મૂક્યા છે અને પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દીધા છે. શાળાના તમામ શિક્ષકોની અન્ય શાળામાં બદલી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.