અમેરિકાની એક શાળામાં થયો અંધાધુન ગોળીબાર, એકસાથે 21 બાળકો મોતને ભેટ્યા

અમેરિકાના(USA) ટેક્સાસમાંથી(Texas) હદય ધ્રુજી ઉઠે તેવી તસ્વીરો સામે આવી છે. એક શાળા માં ગોળીબાર કરવામાં આવ્યો. શાળામાં ગોળીબારમાં અત્યાર સુધીમાં 21 વિદ્યાર્થીઓના મોત થઇ ચુક્યા…

અમેરિકાના(USA) ટેક્સાસમાંથી(Texas) હદય ધ્રુજી ઉઠે તેવી તસ્વીરો સામે આવી છે. એક શાળા માં ગોળીબાર કરવામાં આવ્યો. શાળામાં ગોળીબારમાં અત્યાર સુધીમાં 21 વિદ્યાર્થીઓના મોત થઇ ચુક્યા છે તેવી માહિતી મળી છે. માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે 18 વર્ષના યુવકે વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર 7 થી 10 વર્ષની વચ્ચે હતી. આ તમામ ગ્રેડ-2, 3 અને 4 ના વિદ્યાર્થીઓ હતા.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર શંકાસ્પદ હુમલાખોરને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. હજુ પણ મૃત્યુ અંક વધી શકે છે તેવું કહેવામ આવી રહ્યું છે. સુત્રો અનુસાર બંદૂકધારી હેન્ડગન અને રાઈફલ સાથે રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ઘુસી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર સાન એન્ટોનિયોનો રહેવાસી હતો. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેનને ગોળીબારની જાણ કરીદેવામાં આવી છે.

દાદીને પણ મોત ને ઘાટ ઉતર્યા
માહિતી અનુસાર, કથિત શૂટરે શાળાએ જતા પહેલા તેની દાદીને પણ ગોળી મારી હતી. આ હુમલામાં બે પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે. હુમલા બાદ જો બિડેને નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, ‘આની સામે પગલાં લેવાનો સમય આવી ગયો છે. અમારી પ્રાર્થના આજે રાત્રે પથારીમાં પડેલા માતા-પિતા માટે છે.

બિડેન બોલ્યા કડક પગલાં લેવાની જરૂર
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે કહ્યું છે કે આવા ગોળીબારને રોકવા માટે “ન્યાયી અને સમજદાર” નીતિની જરૂર છે. મંગળવારે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં એક કાર્યક્રમમાં બોલતા હેરિસે કહ્યું, “દરેક વખતે જ્યારે આ પ્રકારની દુર્ઘટના થાય છે, ત્યારે આપણું હૃદય તૂટી જાય છે.

ગયા અઠવાડિયે પણ શૂટિંગ થયું હતું
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સતત વધી રહી છે. ગયા અઠવાડિયે ન્યૂયોર્કના બફેલો સિટીમાં એક સુપરમાર્કેટમાં ગોળીબાર થયો હતો. જે બાદ સધર્ન કેલિફોર્નિયાના એક ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ સિવાય હ્યુસ્ટનના એક વ્યસ્ત માર્કેટમાં પણ શૂટિંગ થયું હતું. આ હુમલાઓને વંશીય હિંસા તરીકે જોવામાં આવી રહ્યા છે.લોકો માં અત્યારે દર ફેલાઈ રહ્યો છે.

આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે
માહિતી અનુસાર , વર્ષ 2022માં અત્યાર સુધીમાં 30 શાળાઓમાં ગોળીબારની ઘટનાઓ બની ચુકી છે. જેના કારણે અત્યાર સુધીમાં 30થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. ફેબ્રુઆરી 2018માં ફ્લોરિડાના પાર્કલેન્ડમાં માર્જોરી સ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બાદ ટેક્સાસમાં આ સૌથી મોટી ઘટના બની છે. તે સમયે 18 લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. 2012માં ન્યૂટાઉનમાં કનેક્ટિકટ એલિમેન્ટરી સ્કૂલમાં એક બંદૂકધારીએ 26 લોકોની હત્યા કરી હતી.અને અત્યારે 21 મૃત્યુ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *