જ્યારે પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશનમાં કબાટમાં રાખેલી ઓફિશિયલ ફાઇલની લેવાં જતાં તે સ્તબ્ધ થઈ ગયો હતો. ફાઇલોમાં કોબ્રા સાપનાં કુલ 21 બાળકો જોવાં મળ્યા હતાં.હિમાચલ પ્રદેશમાં આવેલ કાંગરા શહેરની નજીક ગ્ગ્ગ્લ પોલીસ સ્ટેશનમાં એક આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું હતું. પોલીસ સ્ટેશનમાં ફાઇલોની વચ્ચે કોબ્રા સાપ ઘર કરીને બેઠા હતાં.
હકીકતમાં તો આ કેસના સંદર્ભમાં એક પોલીસ કર્મચારીએ એક કબાટમાં અટકેલી ફાઇલને કાઢી રહ્યો હતો ત્યારે એક કોબ્રા સાપનું બચ્ચું જોયું હતું. સાપને જોતાં જ બધાને બચાવતી પોલીસ પણ ડરી ગઈ હતી તેમજ સાપ પકડનારને પણ બોલાવ્યો હતો.
સાપ પકડનાર આવ્યો ત્યારે તેણે એક પછી એક એમ કુલ 21 સાપ ત્યાંથી બહાર કાઢ્યા હતાં. આટલા બધા સાપોને જોઇને સમગ્ર પોલીસ સ્ટેશનમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.ત્યારબાદ જ્યારે સાપ પકડનારાએ તમામ સાપને બરણીમાં રાખ્યા ત્યારે જ તમામ લોકોનાં જીવમાં જીવ આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews