40 લાખની કાર લઈને આવેલા ચોર G20 સમિટ માટે મંગાવેલા ફૂલોના છોડ ચોરી ગયા- વિડીયો થયો વાયરલ

આ વર્ષે G20 ના યજમાન માટે ભારત જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. ત્યારે એવી ઘટના સામે આવી છે, જેના વિષે જાણી તમે પણ કહેશો ‘આ…

આ વર્ષે G20 ના યજમાન માટે ભારત જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. ત્યારે એવી ઘટના સામે આવી છે, જેના વિષે જાણી તમે પણ કહેશો ‘આ નહિ સુધરે…’. G20 માટે મંગાવેલા ફૂલોની ચોરીની ઘટના પ્રકાસમાં આવી છે. હરિયાણાના ગુરુગ્રામ માંથી આ ઘટના સામે આચી છે. જેમાં ચોરો 40 લાખ રૂપિયાની કારમાં 400 રૂપિયાના છોડની ચોરી કરવા આવ્યા હતા. આ ચોરોએ સર્કલ પર શણગારેલા 400 રૂપિયાના છોડની ચોરી કરી હતી. જે G20 સમિટમાં શહેરને સુશોભિત કરવા માટે આ છોડના પોટ્સ લાવવામાં આવ્યા હતા. ચોરોની લક્ઝરી કારનો નંબર પણ VIP છે. ચોરીનો વીડિયો વાયરલ થયા પછી પ્રશાસને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વાયરલ વીડિયો હરિયાણાના ગુરુગ્રામ શંકર ચોકનો છે. વિડીઓમાં જોવા મળ્યા મુજબ એક કાર ત્યાં આવીને ઉભી રહેતી જોવા મળે છે, અને કારમાંથી બે વ્યક્તિ નીચે ઉતરી, ચોકડી પર ડેકોરેશન માટે રાખવામાં આવેલ ખાસ પ્રકારના છોડના પોટ્સ ઉપાડીને કારની ડીક્કીમાં મુકવા લાગે છે.

વિડિયોમાં પ્લાન્ટની ચોરી કરનાર વ્યક્તિનો ચહેરો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. છોડને ડીક્કી માં મૂક્યા બાદ તે કાર લઈને ત્યાંથી ફરાર થઇ જાય છે. વીડિયોમાં કારનો VIP નંબર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, પરંતુ હજુ ગમલા ચોરની ઓળખ  થઈ શકી નથી.

આ વિડીઓ ભાજપ ના પ્રવક્તા રમણ મલિકે શેર કર્યો છે. તેણે ગુરુગ્રામ પોલીસ-પ્રશાસન અને હરિયાણાના મુખ્યમંત્રી કાર્યાલયને કાર્યવાહી કરવાની અપીલ કરી છે. મલિકે લખ્યું- આ વ્યક્તિ 40 લાખની કારમાં આવ્યો હતો અને G20 કોન્ફરન્સ માટે લાવવામાં આવેલા છોડની ચોરી કરી રહ્યો છે. વધુ કહ્યું કે આવી રીતે ખુલ્લેઆમ છોડની ચોરી શરમજનક વાત છે.

ગુરુગ્રામમાં G20 સમિટની તૈયારીઓ ઘણા સમયથી પુરા જોરમાં ચાલી રહી છે. જેમાં દેશ-વિદેશથી આવનાર મહેમાનોને પ્રભાવિત કરવા માટે શહેરને શણગારવામાં આવી રહ્યું છે. અને રસ્તાની બંને બાજુ ફૂટપાથ પર પણ ખાસ પ્રકારના સુંદર છોડ વાવવામાં આવી રહ્યા છે. જેથી કરીને વિદેશી આવતા મહેમાનો ને શહેરની સુંદરતા વધારીને તેમને  પ્રભાવિત કરી શકે.

કથિત રીતે ફૂલના કુંડા ચોરી કરતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલો ગુરુગ્રામ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના જોઈન્ટ સીઈઓ એસકે ચહલે જણાવ્યું હતું કે G20 ઈવેન્ટ માટે બે લોકો કથિત રીતે ફૂલના કુંડા ચોરી કરતા હોવાનો આ મામલો તેમના ધ્યાન પર આવ્યો છે. આરોપી કાર ચાલક વિરુદ્ધ DLF ફેઝ 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *