એવું તો શું થયું કે, લગ્નમાં હાજર 226 લોકોની તબિયત અચાનક જ લથડવા લાગી- જાણો સમગ્ર ઘટના 

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)ના ભાયલી(Bhayli)ના પેટાપરા રાયપુરા(Raipur) ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગ(Food poisoning)નો બનાવ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, જેમાં લગ્ન પ્રસંગના…

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)ના ભાયલી(Bhayli)ના પેટાપરા રાયપુરા(Raipur) ગામે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગ(Food poisoning)નો બનાવ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, જેમાં લગ્ન પ્રસંગના જમણવારમાં જમતાં 226 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં તાત્કાલિક જ ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, પેટાપરા રાયપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં 3000 લોકો હાજર રહ્યા હતા. રાયપુરા ગામના બળવંતસિહ મંગળસિહ પઢીયારના ઘરે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લગ્નમાં જમણવાર દરમિયાન લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી અને જે દરમિયાન મેગો ડિલાઇટ ખાવાથી ઉલટી, પેટમાં દુઃખાવો, ઉબકા આવતા હોવાની ફરિયાદ કરી હતી. જિલ્લા કલેક્ટર અતુલ ગોર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષીબેન ચૌહાણ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, એકસાથે આટલા બધા લોકોની અચાનક તબિયત લથડતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. એક પછી એક લોકોની તબિયત લથડવા લાગતા ગ્રામજનો દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.

તો બીજી તરફ, વધુ લોકોની તબિયત લથડતા 108ના માધ્યમથી આજુબાજુની સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું હતું. તો હોસ્પિટલમાં કલેક્ટર અને ધારાસભ્યો મદદ માટે દોડી આવ્યા હતા.

જણાવી દઈએ કે, રાજ્યમાં પહેલા પણ ફૂડ પોઇઝનિંગની ઘટના અનેકવાર સામે આવી ચુકી છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું અને તાત્કાલિક જ અસરગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *