લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી ઈશા કંસારા સિદ્ધાર્થ ભાવસાર સાથે લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ, જુઓ તસ્વીરો

હાલ લગ્ન (marriage)ની સીઝન ચાલી રહી છે. એવામાં આ દિવસોમાં બી-ટાઉનમાં પણ લગ્નનો માહોલ જામી રહ્યો છે. આવી સ્થિતિમાં હાલમાં જ ગુજરાતી અભિનેત્રી(Gujarati actress) ઈશા…

હાલ લગ્ન (marriage)ની સીઝન ચાલી રહી છે. એવામાં આ દિવસોમાં બી-ટાઉનમાં પણ લગ્નનો માહોલ જામી રહ્યો છે. આવી સ્થિતિમાં હાલમાં જ ગુજરાતી અભિનેત્રી(Gujarati actress) ઈશા કંસારા (Isha Kansara)એ સંગીતકાર(Musician) સિદ્ધાર્થ ભાવસાર(Siddharth Bhavsar) સાથે લગ્ન કર્યા છે.

ત્યારે હાલ ટીવી શો ‘મુક્તિ બંધન’ ફેમ અભિનેત્રી ઈશા કંસારાએ આજે ​​એટલે કે 2જી ડિસેમ્બરે પોતાના સપનાના રાજકુમાર સિદ્ધાર્થ અમિત ભાવસાર સાથે સાત ફેરા કર્યા છે. ઈશા કંસારાના લગ્ન ગઈકાલે યોજાયા હતા અને તેમાં ઘણા બધા સેલેબ્સ પણ હાજરી આપવા પહોંચ્યા હતા.

બંનેએ નજીકના સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં ઈશા ગુજરાતી દુલ્હન તરીકે ખૂબ જ સુંદર લાગી રહી છે. ઈશાએ રેડ અને ઓફ વ્હાઈટ લહેંગા પહેર્યો છે. જ્યારે સિદ્ધાર્થ હાથીદાંતી રંગની હેવી શેરવાનીમાં જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં બંનેના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસવીરો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર કપલને અભિનંદનનો દોર શરૂ થઈ ગયો છે.

ઈશા કંસારાએ ઘણી બધી હિન્દી ધારાવાહિકો અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલું છે. જણાવી દઈએ કે ઈશાએ ઘણી ટીવી સિરિયલો અને ‘દુનિયાદારી’ અને ‘મિડનાઈટ્સ વિથ મેનકા’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે નિર્દેશક ચંદ્રેશ ભટ્ટની રોમેન્ટિક ફિલ્મ ‘પ્રેમ પ્રસંગ’માં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *