ફિલ્મ જગતમાં હાહાકાર- આ ફેમસ એક્ટ્રેસે માત્ર 23 વર્ષની ઉંમરે સુસાઈડ નોટ લખી જીવન ટુકાવ્યું

લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિરેખા ઓઝા (TV actress Rashmirekha Ojha) એ આપઘાત કરી લીધો છે. ભુવનેશ્વરના નયાપલી વિસ્તારમાંથી 23 વર્ષની અભિનેત્રીનો મૃતદેહ તેના ભાડાના મકાનમાં ફાંસીથી…

લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિરેખા ઓઝા (TV actress Rashmirekha Ojha) એ આપઘાત કરી લીધો છે. ભુવનેશ્વરના નયાપલી વિસ્તારમાંથી 23 વર્ષની અભિનેત્રીનો મૃતદેહ તેના ભાડાના મકાનમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. જો કે આપઘાત  પાછળનું ચોક્કસ કારણ પોલીસ હજુ સુધી જાણી શકી નથી. પોલીસે આપઘાતનો ગુનો નોંધ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, પોલીસને રશ્મિરેખાનો આપઘાત પત્ર પણ મળ્યો છે. બીજી તરફ રશ્મિરેખાના પિતાનું કહેવું છે કે તેમની પુત્રીના મૃત્યુ માટે સંતોષ પાત્રા જવાબદાર છે. જેની સાથે રશ્મિરેખા સંતોષની લિવ-ઈન-પાર્ટનર તરીકે રહેતી હતી.

ડીસીપીએ જણાવ્યું હતું કે 23 વર્ષીય અભિનેત્રીનું 18 જૂનની રાત્રે મૃત્યુ થયું હતું. અમે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. હાલ તો આ આપઘાતનો મામલો જણાઈ રહ્યો છે. તેણે પોતાની આપઘાત નોટમાં પોતાના મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. અમે કેસની તપાસ કરી રહ્યા છીએ.

અમને ખબર ન હતી કે તે સંતોષ સાથે રહે છે: રશ્મિના પિતા
મીડિયા સાથે વાત કરતા રશ્મિરેખાના પિતાએ કહ્યું કે, મને મારી પુત્રીના મૃત્યુની ખબર સંતોષ પાસેથી મળી હતી. શનિવારે રાત્રે અમે તેને ઘણા ફોન કર્યા, પરંતુ તેણે કોઈને જવાબ આપ્યો નહીં. રશ્મિના મકાનમાલિકે અમને જણાવ્યું કે તે બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા. અમને આની જાણ ન હતી. રશ્મિરેખા ઓડિશા ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. તે ઘણા ટીવી સિરિયલોમાં કામ કરીને પોતાની આગવી ઓળખ ધરાવતી હતી.

રશ્મિ દોઢ મહિનાથી બોયફ્રેન્ડ સાથે રહેતી હતી
ઓડિશા ટીવીના અહેવાલ મુજબ, રશ્મિરેખા ઓડિશાના જગતસિંહપુર જિલ્લાના તિર્તોલ વિસ્તારની છે. તે છેલ્લા દોઢ મહિનાથી તેના બોયફ્રેન્ડ સંતોષ પાત્રા સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. જોકે તે છેલ્લા કેટલાક દિવસોથી રશ્મિથી અલગ રહેવા લાગ્યો હતો. રશ્મિ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *