ફક્ત 8,000ની વસ્તી ધરાવતું ગુજરાતનું આ ગામ વર્ષે કરે છે કરોડોની કમાણી- જાણો અન્ય ખાસિયતો વિશે

પૂર્વ કચ્છમાં આવેલ અંજાર તાલુકાનું ભીમાસર ગામ ઐતિહાસિક મહત્વતાની સાથોસાથ આધુનિક સુવિધા ધરાવતું સુંદર મજાનું ગામ છે. ભીમાસરમાં બધા જ મૂળભૂત સવલતોની સાથે લોકોની સ્વજાગૃતિ આ ગામને સ્વચ્છ બનાવી રાખે છે. અહીં વાતાવરણ ખુબ મોટા શહેરોમાં હોય તેનાથી પણ વિશેષ સારું રહેલું છે.

ભીમાસર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું:
કચ્છમાં વર્ષ 2001 માં આવેલ ભૂકંપને લીધે સેંકડો ગામની સાથે ભીમાસર પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. ગામ શહેરોને ફરી બેઠાં કરવા માટે સરકારે કેટલીક ઉદારનીતિ અંતર્ગત કામગીરી હાથ ધરાઈ હતી કે, જેના ભાગરુપે રાજ્ય સરકાર દ્વારા ગામ નિર્માણ હેઠળ 5 પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા કે, જેમાં ગામ પેકેજ ન. 5 યોજનાનો લાભ લેનાર કચ્છ જિલ્લાનું એક માત્ર ગામ બન્યું હતું.

રાજ્ય સરકારે 11 કરોડ રૂપિયા તથા સહારા ઇન્ડિયા ગ્રુપ ફાઉન્ડેશનની કુલ 11 કરોડ રૂપિયાની મદદ સાથે નવા સ્થળે ભીમાસર નવ સર્જન પામ્યું હતું. 22 કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ પટાંગણની સાથે ઉભા થયેલા કુલ 842 મકાન વર્ષ 2004માં લોકાર્પિત કરાયા હતા.

ગામમા 25,000થી પણ વધારે વૃક્ષ:
અમદાવાદ ડીવીઝન ભારતીય રેલ્વેમનજી મેમાભાઈ આહિરના જણાવ્યા પ્રમાણે ગામમાં પહોળા રસ્તાની સાથે જ પર્યાવરણ રક્ષણ માટે બંને તરફ કતારબંધ લીલા વૃક્ષો વાવી દેવામાં આવ્યા છે. આખા ગામમા 25,000થી પણ વધારે વૃક્ષો છે, તો 6 કોમ્યુનિટી સેન્ટર છે.

ગામની સલામતી હેતુ CCTV કેમેરાનું નેટવર્ક છે કે, જેનું ઓપરેટિંગ પંચાયત કચેરીમાંથી કરાય છે. સુએજ લાઈન તથા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આની ઉપરાંત બધા ફળિયામાં RCC રોડ આવેલ છે. પ્રાથમિક તથા માધ્યમિક શાળા સંકુલો છે જયારે આત્મનિર્ભર બનવા માટેનું તાલીમ કેન્દ્ર પણ છે. 

વાર્ષિક 2 કરોડની કમાણી:
એક રીતે આ ગામ સંપૂર્ણપણે ‘આત્મનિર્ભર’ છે. કારણ કે, સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ સ્વનિરભર છે. કેન્દ્ર સરકારની કર રાહત યોજના અંતર્ગત ભૂકંપ બાદ ગામની આજુબાજુ કેટલીક ખાદ્યતેલ રિફાઇનરી આવેl છે. ગ્રામ પંચાયત આ રિફાઇનરી તથા અન્ય ઉદ્યોગોમાંથી ટેક્સ તરીકે વાર્ષિક 2 કરોડની કમાણી કરે છે. હાલમાં 4  જેટલી ખાદ્યતેલ રિફાઇનરી આવેલ છે.

ગામમાં 8,000ની વસ્તી:
પૂર્વ કચ્છમાં ભીમાસર નામના 2 ગામ છે કે, જેમાં આ ભીમાસર ‘ચકાસર’ના નામ સાથે ઓળખાય છે. ગામલોકો મુખત્વે ખેતી, પશુ પાલન તથા પરિવહન ક્ષેત્રની સાથે જોડાયેલા છે. ગામમાં 8,000ની વસ્તી છે કે, જેમાં અંદાજે 3,000 પરપ્રાંતિય મજૂરોનો સમાવેશ થાય છે કે, જે ઓદ્યોગિક વિસ્તારમાં કામ કરે છે એવું ગામના વહીવટદાર દિનેશભાઇ ડુંગરિયા જણાવે છે.

નર્મદા પાણીનો ઉપયોગ ખેતીકાર્યમાં કરતા થયા:
અહીંથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી ખેડુતોને ખેતી માટે ઉપયોગી સાબિત થયું છે. ગામના અંદાજે 800 જેટલા ખેડૂતો પૈકી હાલમાં કુલ 30 જેટલા ખેડૂતો નર્મદા પાણીનો ઉપયોગ ખેતીકાર્યમાં કરતા થયા છે. પીવાના પાણીમાં પણ ગામને નર્મદાના પાઇપ લાઈનના પાણી મળી રહ્યા છે. ઘાસની અછતનો સામનો કર્યા બાદ, ગામના સત્તાવાળાઓએ એક વર્ષ અગાઉ ઘાસનું મેદાન બનાવવામાં આવ્યું હતું.

માર્ગ કે ફળિયામાં ગંદકી દેખાતી નથી:
અન્ય ‘ગૌચર’ જમીન પર કોઈપણ પ્રકારનું અતિક્રમણ કરાતું નથી. ગામમાં 1,100 ગાય સહિત કુલ 5,000 પશુધન છે. માર્ગો કે ફળિયામાં ગંદકી દેખાતી નથી. ગ્રામજનોની સ્વયં શિસ્ત તથા જાગૃતિથી ઘર આંગણામાં અલગ ઉકરડો બનાવી રાખવામાં આવી છે. મહિલા વર્ગ ગામની સ્વચ્છતા માટે ખુબ કાળજી રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *