ગુજરાતમાં આવેલ સુરત શહેરમાં ગુનાઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવખત એક આવી જ ઘટના સામે આવી રહી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રેમનગરમાંથી સોમવારે 10 વર્ષની બાળકી પર પડોશમાં રહેતા 24 વર્ષનાં યુવાને દાનત બગાડી બળાત્કારનાં ઈરાદે અપહરણ કરીને હત્યા કરી હતી.
પાંડેસરા પોલીસે આરોપી 24 વર્ષીય પડોશી દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફ ડિંગ્યા જીભો બૈસાણની ધરપકડ કરી છે. પાંડેસરા પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં બાળકીને વડાપાંઉ અપાવવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈ જઈને બાળકીએ બૂમાબૂમ કરતાં તેની હત્યા કર્યા પછી દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો.
બાળકી સાથે આચરાયેલી હેવાનિયતનો આખો ઘટનાક્રમ:
પાંડેસરાના પ્રેમનગરમાં સોમવારે 10 વર્ષીય બાળકી ગુમ થઈ હતી, જેને કારણે પરિવારે તપાસ શરુ કરતાં પોલીસને જાણ કરી હતી. બાળકીને તેની પાડોશમાં રહેતો દિનેશ વડાપાંઉ આપવાની લાલચે લઈ ગયો હતો. બાળકીને ભેદવાડ દરગાહ નજીક નાસ્તાની દુકાનમાં વડાપાંઉ અપાવ્યું હતું.
ત્યારપછી પ્રેમનગર ઝૂંપડપટ્ટીના નાકા પરથી ઓટોરિક્ષામાં બેસાડી ઉધના પાસે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચ્યો હતો. ઇન્ડસ્ટ્રીઝના પાછળના ભાગ પર અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો.
અત્યંત ક્રૂરતાપૂર્વક માસૂમને મોતને ઘાટ ઉતારી:
પોતાની સાથે અઘટિત ઘટનાનો અંદેશો આવી જતાં બાળાએ બૂમાબૂમ શરુ કરી દીધી હતી, જેને લીધે દિનેશે બાળકીનું મોઢું દબાવી દીધું હતું. આ સમયે બાળકીએ જમણા હાથ પર બચકું ભર્યું હતું. બાળકીએ એટલું જોરથી બચકું ભર્યું હતું કે નરાધમને 4 ટાંકા લેવાની ફરજ પડી હતી.
બાળકીએ બચકું ભરી પ્રતિકાર કર્યો હતો તેમજ બૂમાબુમ કરતાં કોઇક આવી જશે એવા ભયથી તેને જમીન પર પટકી દઇ માથામાં ઇંટના ઘા માર્યા પછી ગળું દબાવ્યું હતું. અત્યંત ક્રૂરતાપૂર્વક માસૂમને મોતને ઘાટ ઉતાર્યા પછી યુવાને પોતાની હવસ સંતોષવાનો પ્રયત્ન કર્યો હતો.
માથામાં ઇજા થવાથી લોહીથી લથબથ માસૂમના મૃતદેહ સાથે અધમ કૃત્ય કરતાં કોઇ જોઇ જશે એવા ભયથી ત્યાંથી ભાગીને પરત ઘરે પહોંચી ગયો હતો. દિનેશની કબૂલાતને કારણે પોલીસે અપહરણ-હત્યાની સાથે દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કર્યો છે.
બચવા માટે આરોપીએ 17 વર્ષની ઉંમર જણાવી:
આરોપી દિનેશે પોલીસથી બચવા માટે ઉંમર 17 વર્ષની જણાવી હતી. આ બાબતે પોલીસે તેના ઘરેથી અમુક પુરાવા હાથ લાગ્યા હતા, જેમાં તેની ઉંમર કુલ 24 વર્ષની હોવાની વાત બહાર આવી છે. દિનેશ મહારાષ્ટ્રમાં આવેલ અમલનેરનો વતની છે તેમજ પાંડેસરામાં મજૂરીકામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle