હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં છેલ્લા 9 મહિનાથી બેકાર એક 24 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. આપઘાત કરનાર ધર્મેશ યેશપલે કુલ 2 દિવસ અગાઉ રાયગઢ ગામથી સુરત પરત આવ્યો હતો.
એકના એક દીકરાના મોતના સમાચાર સાંભળીને માતા-પિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે. દીકરાના હાલચાલ પૂછવા માટે ગામથી કોલ કરતા પિતાનો ફોન ન ઉપાડતા મિત્રોને જાણ કરાયા પછી ધર્મેશ ઘરમાંથી લટકતી સ્તિથીમાં મળી આવ્યો હતો.
પિતા પાસેથી કુલ 2,700 રૂપિયા લઈ સુરત આવ્યો હતો :
મૃતકના પિતા ઈશ્વરભાઈ જણાવે છે કે, તેઓ બોમ્બે માર્કેટમાં નોકરી કરી રહ્યાં હતા. જો કે, લોકડાઉન પછી નોકરી પરથી છૂટી જતા તેઓ ગામ રાયગઢ ચાલી ગયા હતા. દીકરો પણ ત્યાં જ હતો. કુલ 2 દિવસ અગાઉ સુરત આવવા માટે જીદ કરી રૂપિયા માગ્યા હતા.
કુલ 2,000 રૂપિયા માંગ્યા તો મેં કુલ 2,700 આપ્યા હતા. ત્યારપછી એક બે વખત કોલ પર વાત થઈ હતી. જો કે, શુક્રવારે ફોન ન ઉચકતા આશ્ચર્યચકિત થઈ ગયો હતો એટલે મેં સુરત રહેતી દીકરીને જાણ કરી ભાઈનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. દીકરીએ જણાવતાં કહ્યું હતું કે, પપ્પા ચિંતા ન કરો બપોરે જમીને સૂઈ ગયો હશે, સાંજે હું ફોન કરીશ.
યુવક પંખા સાથે લટકતી સ્તિથીમાં મળી આવ્યો :
સાંજે જ્યારે દીકરીએ જણાવ્યું હતું કે, પપ્પા મારો ફોન ઉપાડતો નથી એટલે મારું હૃદય ધ્રુજી ઉઠયું હતું. મેં તરત જ તેના મિત્રોને ઘરે તપાસ કરવા માટે મોકલ્યા ત્યારે જાણ થઈ કે, દીકરાની ગાડી ઘર બહાર છે. ચપ્પલ છે બેડ રૂમની લાઈટ ચાલુ હતી તથા અંદર મારો દીકરો પંખા સાથે દુપટ્ટો બાંધી લટકી રહ્યો હતો. આ વાત જાણીને અમે શોકમાં મુકાઈ ગયા હતા.
અભ્યાસ વખતે શાળાના ચોથા માળ પરથી કૂદીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો :
વધુમાં કહ્યું હતું કે, પરિવારનો એકનો એક દીકરો હતો. મારો દીકરો જિદ્દી હતો. વર્ષ 2014માં અભ્યાસ વખતે શાળાના ચોથા માળ પરથી કૂદીને આપઘાતનો પ્રયત્ન કર્યો ત્યારે લાખો રૂપિયા ખર્ચીને બચાવ્યો હતો. આજે એકનો એક દીકરો ગુમાવી દીધો હોવાંની જાણ નહિ એને સુ જોઈતું હતું. આપઘાત કરવાં પાછળનું કારણ પણ ખબર પડી નથી. મોબાઈલ પણ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે. જહાંગીરપુરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle