કેદીએ શરીરમાં એવી જગ્યાએ સંતાડ્યો હતો ફોન, પોલીસ વિચારીને પણ ચક્કર ખાઈ ગઈ

દક્ષિણ ગુજરાતમાં આવેલ સુરત શહેરની લાજપોર મધ્યસ્થ જેલમાં (lajpore central jail) રાજ્ય જેલ વિજીલન્સ સ્કોર્ડએ (jail Vigilance Score) દરોડા પાડ્યા હતા. જેમાં બે કાચાકામના આરોપી પાસેથી મોબાઇલ મળવાની ઘટના સામે આવી છે. જેમાં સચીન પોલીસે ફરિયાદ લઈ બે આરોપી સામે વધુ એક ગુનો નોંધ્યો છે. હત્યા અને ચીટીંગના ગુનાના બે આરોપીઓ પૈકી એકે પ્રાઇવેટ પાર્ટમાં મોબાઈલ સંતાડ્યો હતો.

21મી તારીખે સાંજે જેલના સ્ટાફને બે આરોપીઓની શંકાસ્પદ હિલચાલ બાબતે શંકા ગઈ હતી. જેથી સ્ટાફે રાત્રીના 8 વાગ્યે યાર્ડ નં-એ-0909ની બેરેક5-404માં તપાસ કરી હતી. જેમાં લૂંટ અને ચીટીંગના ગુનામાં કાચાકામના આરોપી મહોમદઅલી જમાલુદ્દીન સૈયદની ચાદર નીચેથી એક મોબાઇલ મળી આવ્યો હતો. મોબાઇલમાં સીમ કાર્ડ પણ હતુંબાઇલ કાચાકામના આરોપી શ્રવણસીંગ બાબુ રાજપુરોહિતે આપ્યો હોવાનું જણાવ્યું હતું.

અન્ય કાચાકામનો આરોપી ટોઈલેટ તરફ જતો હોવાથી તેની ઉપર શંકા ગઈ હતી. જેથી જેલના સ્ટાફે કાચાકામનો આરોપી ભૂપેન્દ્ર શિવરતન નિસાદ જે હત્યાના ગુનામાં જેલમાં આવ્યો છે. તેની પાસેથી એક મોબાઇલ મળ્યો છે. હત્યારાએ મોબાઇલ પોતાના પ્રાઇવેટ પાર્ટના પાછળના ભાગમાં પ્લાસ્ટીકની થેલીમાં સંતાડયો હતો.

આરોપીએ મોબાઇલ શ્રવણસીંગ રાજપુરોહિત અને ઉમેશ અશોક શીરસાડે આપ્યો હોવાનું જણાવ્યું છે. સાથે વોશબેઝીનના અંદરના ભાગેથી એસેમ્બલ ચાર્જર મળી આવ્યું હતું. સચીન પોલીસે જેલરની ફરિયાદ લઈ આરોપી મહોમદઅલી જમાલુદ્દીન સૈયદ અને ભૂપેન્દ્ર શિવરતન નિસાદ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જેલના યાર્ડ નં. બી 8 ની બેરેક નં. 2માં સંડાશની સામે ચોક્ડીના પ્લાસ્ટિકના નળના ઉપરના ભાગે કવરમાં છુપાવેલો સીમ કાર્ડ અને યાર્ડ નં. એ 12 ની બેરેક નં. 5 માં સંડાશની ઉપરના ભાગે એક્ઝોસ્ટ ફેનની બહારના ભાગે પ્લાસ્ટિકના પાઇપની અંદર છુપાવેલા બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.

વિજીલન્સ સ્કોર્ડે સીમ કાર્ડ મુદ્દે બેરેકમાં કેદ 15 કાચા કામના અને 5 પાસા કેદીની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. પરંતુ સીમ કાર્ડ અને મોબાઇલની માલિકી કે વપરાશ કરનાર અંગે કોઇ માહિતી નહીં મળતા વિજીલન્સ સ્કોર્ડના અધિક પોલીસ મહાનિર્દેશક દેવશી કરંગીયાએ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અઠવાડિયા અગાઉ જ નારાયણ સાંઇની બેરેક પાસેથી પણ મોબાઇલ ફોન મળ્યો હતો. સુરત જેલમાંથી મોબાઇલ મેળવવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ અહીંથી મોબાઇલ ઝડપાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *