હાલમાં જ પાકિસ્તાનના(Pakistan) માનવાધિકાર પંચના(Human Rights Commission) તાજેતરના અહેવાલમાં(Report) ખુલાસો થયો છે કે પાકિસ્તાનમાં મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં 2,000થી વધુ મહિલાઓ પર દુષ્કર્મ થયો છે.
મળતી માહિતી અનુસાર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા છ મહિનામાં ‘પારિવારિક સન્માન’ના નામે 2,439 મહિલાઓ પર દુષ્કર્મ અને 90ની હત્યા કરવામાં આવી છે. પંજાબ ઈન્ફોર્મેશન કમિશનના ડેટામાંથી આ માહિતી બહાર આવી છે. ડેટા એ પણ દર્શાવે છે કે લાહોરમાં 400 મહિલાઓ પર દુષ્કર્મ થયું છે. આ સાથે 2300થી વધુ મહિલાઓનું અપહરણ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાન માનવાધિકાર પંચના તાજેતરના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં દરરોજ દુષ્કર્મની 11 ઘટનાઓ નોંધાય છે. ડેટા એ પણ દર્શાવે છે કે છેલ્લા છ વર્ષમાં (2015-21) પોલીસને આવા 22,000 કેસ નોંધાયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સમાજમાં પીડિત મહિલાઓ પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે, જેના કારણે આવા ગુનાઓને અંજામ આપનારાઓનું મનોબળ વધારે છે. આવા કિસ્સાઓ ઘટવાને બદલે વધી રહ્યા છે અને એક ટકા કરતા પણ ઓછા ગુનેગારોને સજા થઈ રહી છે.
એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, “22,000 કેસમાંથી માત્ર 77ને જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને દોષિત ઠરવાનો દર 0.3 ટકા છે.” લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સ (LUMS) ના પ્રોફેસર નિદા કિરમાણીએ કહ્યું, “તે દુઃખદ વાત છે કે પાકિસ્તાનમાં દુષ્કર્મની પ્રવુતિઓ પ્રવર્તે છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.