રાજકોટમાં ધંધૂકાવાળી થતાં વાર ન લાગત! ધાર્મિક પોસ્ટ મુદ્દે વિધર્મી ટોળાએ 5 હિન્દુ યુવાન પર કર્યો હુમલો- ઘટના CCTVમાં કેદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં ધંધૂકા(Dhandhuka) ફાયરિંગ વીથ મર્ડર કેસ(Murder case)નો મામલો હજુ થાળે પડ્યો નથી, ત્યારે હવે રાજકોટ(Rajkot)માં ધાર્મિક પોસ્ટને લઈને વિવાદનું કોકડું ગુચવાયું છે. 25થી વધુ વિધર્મીઓએ 5 યુવક પર હુમલો કર્યાના સમાચારથી રાજકોટમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે. જો કે ભક્તિનગર પોલીસ(Bhaktinagar Police) સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

રાજકોટમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક ટીપ્પણી કરવા બદલ 5 યુવકને 25 થી વધુ વિધર્મીઓએ માર માર્યો હતો. મોડી રાત્રે રાજકોટ ડિસ્ટ્રિક્ટ પાર્ક પાસે 25થી વધુ લોકોના ટોળાએ 5 લોકો પર હુમલો કર્યો હતો. જેમાં યુવાનોને સોશિયલ મીડિયા પરથી ધાર્મિક ટીપ્પણીઓ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ યુવકે પોસ્ટ હટાવી ન હતી. જેથી વિધર્મીઓએ એકઠા થઈ યુવાનને પોસ્ટ ડીલીટ ન કરતા માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટોળાએ યુવકને માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ઘટનામાં રાજકોટમાં એક હિન્દુ યુવકે સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ કરી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે એક વિધર્મી યુવકે અપશબ્દો બોલી પોસ્ટ કાઢી નાખવાની ધમકી આપી હતી. બાદમાં સમાધાન માટે બોલાવતા મોડી રાત્રે રાજકોટ જિલ્લા પાર્ક પાસે 25થી વધુ લોકોએ તેના પર હુમલો કર્યો હતો. જોકે, કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તેની સાથે રહેલા પોસ્ટમેન સહિત યુવકો નાસી છૂટ્યા હતા.

ઘટના બાદ હિન્દુ યુવકોએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવી પહોચ્યા હતા. જેમાં તેણે કહ્યું હતું કે મેં ભગવાન કૃષ્ણ વિશે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. વિધર્મી યુવકે પોસ્ટ હટાવવાની માંગ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. જો કે, તેણે પોસ્ટ હટાવી ન હતી પરંતુ મને સમાધાન માટે બોલાવ્યો હતો અને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિવાદ જે પોસ્ટ માટે થયો છે તે જોતા સ્પષ્ટ થાય છે કે એક ધર્મના ભગવાનને અન્ય ધર્મોના ભગવાન કરતા વધુ શક્તિશાળી બતાવવામાં આવ્યા છે. અન્ય ધર્મના લોકોની ભાવનાઓને લઈને આ વિવાદ ઊભો થયો છે. ત્યારે ત્રિશુલ ન્યુઝ આવી કોઈપણ પોસ્ટને સમર્થન આપતું નથી પરંતુ આવા મુદ્દાને હલ કરવા માટે હિંસા કરવાને બદલે વાતચીત કરીને શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *