સુરતના સરથાણામાં બેફામ એસટી બસે 17 વર્ષીય કિશોરનું માથું કચડી નાખ્યું- પરિવારના આક્રંદથી ધ્રુજી ઉઠી સુરતની ધરા

સુરત(ગુજરાત): રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. ત્યારે ફરીવાર એક અકસ્માતનો બનાવ…

સુરત(ગુજરાત): રાજ્યમાં અવાર નવાર અનેક અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માતની ઘટના દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે. ત્યારે ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં સુરત(Surat)ના સીમાડા નાકા(Seemada Naka) નજીક આવેલ ફ્લાય ઓવરબ્રિજ(Fly overbridge) પર પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલી એસટી બસના ચાલકે પાસોદરા(Pasodra)ના ધોરણ 12ના વિદ્યાર્થીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ ઘટના અંગે જાણ થતાં જ તાત્કાલિક કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી અને અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પાસોદરામાં ઓમ ટાઉનશિપ ખાતે રહેતા મનીષભાઈ સાવલિયા ખાનગી સ્કૂલમાં એક શિક્ષક છે. જયારે તેમનો 17 વર્ષનો પુત્ર જેનીલ લસકાણાની સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો.

જાણવા મળ્યું છે કે, અભ્યાસની સાથે તે પિતાને પરિવારના ગુજરાનમાં મદદરૂપ થવા માટે નાઈટમાં હીરાના કારખાનામાં પણ જતો હતો. રોજની જેમ મંગળવારે રાત્રે પણ જેનિલ બાઈક પર કારખાને જવાં માટે નીકળ્યો હતો. આ દરમિયાન, સીમાડા નાકા નજીક બ્રિજ પરથી પસાર થતી વખતે પૂરપાટ ઝડપે આવતી એક લાલ કલરની મહારાષ્ટ્ર પાસિંગની એસટી બસના ચાલકે તેને કચડી નાખ્યો હતો અને બસ ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

બસની અડફેટે આવતા જેનીલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ત્યારબાદ જેનિલના મોબાઈલમાંથી મળી આવેલા નંબરના આધારે કોઈક રાહદારી દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી. જેથી પરિવાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, પોતાના દીકરાને આવી હાલતમાં જોઇને પરિવાર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

One Reply to “સુરતના સરથાણામાં બેફામ એસટી બસે 17 વર્ષીય કિશોરનું માથું કચડી નાખ્યું- પરિવારના આક્રંદથી ધ્રુજી ઉઠી સુરતની ધરા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *