હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં દરરોજ સતત 12 કલાક સુધી PPE કિટ પહેરીને ફરજ બજાવી રહેલ ડોક્ટરો તથા અન્ય મેડિકલ સ્ટાફને ચામડીની એલર્જીના અનેક કિસ્સા જોવા મળ્યા છે. ડોક્ટરો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, અંદાજે 25% ને લાલ ફોડલી થવી, ખીલ, શરીરમાં સતત ખંજવાળ, કાળા ડાઘ જેવી સમસ્યાઓ થઈ છે.
ICU તથા કોવિડ કેર સેન્ટરમાં દરરોજ PPE કિટ સાથે ખુબ લાંબા સમય સુધી ફરજ બજાવતાં હોય છે. આ સમય દરમિયાન ડોક્ટરો પાણી પણ પી શકતા નથી. કેટલાક ડોક્ટરને તો મહિનાઓ સુધી દવા લેવાની ફરજ પડી છે. ચામડીની એલર્જી માટેની દવા ન લે તો ફરી સમસ્યા થતી હોય છે. કેટલાક ડોક્ટરનું જણાવવું છે કે, ડ્યૂટી પૂર્ણ થયા બાદ PPE કિટ ઉતાર્યા પછી એલર્જીની જાણ થતી હોય છે.
બે માસ્ક પહેરવાને કારણે ચહેરા પર ફોલ્લીઓ પડી :
એપોલો હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ કિંજલ કોરાટે જણાવ્યું કે, સૌપ્રથમ વાર PPE કિટ પહેરી ત્યારે સ્કીન પર લાલ ફોલ્લીઓ તથા ખંજવાળ થવા લાગી હતી. ચહેરા પર 2 માસ્ક પહેરવાને લીધે ખીલ થઈ ગયા હતાં. ત્યારબાદ થોડા દિવસમાં એલર્જી વધી ગઈ. ડૉકટરની મદદથી દવા શરૂ કરી જે અત્યારે પણ ચાલી રહી છે. જ્યારે કિટ પહેરું ત્યારે ચોક્કસપણે દવા લેવી જ પડે છે.
પરસેવાને કારણે ધાધર તથા ફંગસનો ચેપ લાગતો હોય છે :
ડર્મેટોલોજિસ્ટ ડૉ.અંશુલ વર્મને જણાવ્યું કે, PPE કિટથી શરીર ઢંકાયેલું હોવાને લીધે બળતરા-દુખાવો થાય છે. PPE કિટની સમસ્યાથી એપોલોમાં કુલ 15 જેટલા ડોક્ટર-સ્ટાફને એલર્જીની સમસ્યા છે. ગ્લોવ્સ પહેરવાથી અથવા તો વારંવાર સેનિટાઇઝ કરવાથી કુલ 25 % ને બેક્ટેરિયાનું ઇન્ફેક્શનની ઉપરાંત ફંગસ, પરસેવાથી ખંજવાળ આવવી, માથા પર બેલ્ટના પ્રેસરથી હેરલોસની સમસ્યા થઈ છે.
અકળાવનારી ગરમી થતાં આંખે અંધારા-ચક્કર આવે :
મેડીલિંક હોસ્પિટલના ડૉ. મનીષ અગ્રવાલે જણાવ્યું હતું કે, હું થોડો સમય માટે PPE કિટ પહેરું છું તો પણ સ્કીન એલર્જી થઈ જાય છે. PPE કિટ માપની ના હોવાને લીધે ગળા પર પ્રેશર તથા સેફ્ટી માટે મોં પર બે માસ્ક રહે છે જેને લીધે શ્વાસોશ્વાસની પ્રક્રિયા બરાબર થતી નથી. જેથી અંદર ગરમી થતા આંખે અંધારા-ચક્કર આવે છે. કેટલાક કિસ્સામાં ડાયાબિટીસ છે તેવા ડૉક્ટર PPE કિટ પહેરે તો ચક્કર આવતા પડી જતાં હોય છે.
એલર્જીથી કેટલાકને તાવ આવી જાય છે :
ખાસ કરીને મહિલા મેડિકલ સ્ટાફમાં નર્સ, ડોક્ટરની ચામડી સંવેદનશીલ હોવાને લીધે તેમને સ્કીનની એલર્જી વધુ ઝડપી થઈ જતી હોય છે. કેટલાક તો આ એલર્જી સહન કરી શકતા નથી જેથી તાવ પણ આવી જાય છે. જો કે, આ તકલીફની દવા લઈને ડોક્ટર તરીકેની ફરજ બજાવવાનું ચાલુ રાખવાનો અન્ય કોઈ વિકલ્પ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle