અમદાવાદના ડોક્ટરોએ દર્દીની કિડનીમાંથી નાની મોટી 250 થી વધારે પથરી કાઢી

અમદાવાદ(Ahmedabad): પથરી(Stones) અસહ્ય દુખાવો કરી શકે છે પણ કેટલાંક દર્દીઓમાં પથરી હોવા છતાં પણ દર્દીને કોઈ જ તકલીફ હોતી નથી પણ અમદાવાદની LG હોસ્પિટલ(LG Hospital)નાં…

અમદાવાદ(Ahmedabad): પથરી(Stones) અસહ્ય દુખાવો કરી શકે છે પણ કેટલાંક દર્દીઓમાં પથરી હોવા છતાં પણ દર્દીને કોઈ જ તકલીફ હોતી નથી પણ અમદાવાદની LG હોસ્પિટલ(LG Hospital)નાં ડોક્ટરોએ એવું કામ કર્યું છે કે, હવે ચારેયબાજુ એમના વખાણ થઇ રહ્યા છે. અમદાવાદની LG હોસ્પિટલમાં પથરીનાં દુ:ખાવાની ફરિયાદ લઇને એક દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યારે ડોક્ટરોની ટીમે આ દર્દીની સારવારની શરૂઆત કરી તો તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. કારણ કે, આ દર્દીના પેટમાં 1-2 નહી પણ કુલ 250 પથરી(250 stones)ઓ જોવા મળી હતી. ડોક્ટરો આ દ્રશ્ય જોઇને દંગ રહી ગયા હતાં તેમજ વિચારવા લાગ્યા હતાં કે, કુલ 250 પથરીઓની સાથે આ વ્યક્તિ કેવી રીતે જીવી રહ્યો હતો.

પેટમાં દુખાવાની ફરિયાદ સાથે આવેલા દર્દીનું 3.30 કલાક ઓપરેશન કરી એલ.જી. હોસ્પિટલના ડૉક્ટરોએ ડાબી કિડનીમાંથી અંગૂઠાના આકારની એક તેમજ અન્ય 250 પથરી કાઢી હતી. સર્જરી વિભાગના વડા ડૉ. અસિત પટેલના નેતૃત્વમાં ડૉક્ટરોએ ઓપરેશન પાર પાડ્યું હતું.

સર્જરી વિભાગના વડા ડૉ. અસિત પટેલે કહ્યું કે, કિડની કે પેશાબની પથરી હોય ત્યારે ગેસ, ઊલટી, ઉબકા, પેટમાં દુખાવો, પેશાબમાં બળતરા કે લોહી નીકળવા જેવા લક્ષણો દેખાય છે. ડૉક્ટરોનું કહેવું છે, એક સાથે આટલી બધી પથરી નીકળ્યાનો આ ભાગ્યે જ જોવા મળતો કિસ્સો છે. તમામ પથરી નીકળી જતાં દર્દી હવે સ્વસ્થ થઈ ગયો છે.

ડોકટરોએ પણ આ કેસને ‘રેર ઓફ ધ રેરેસ્ટ’ કેસ તરીકે ગણાવ્યો છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, પહેલી વાર આટલી પથરી દર્દીની કિડનીમાંથી નીકળી આવી હતી. આ ઓપરેશન વખતે ડોકટર પણ પથરીઓ કાઢી કાઢીને થાકી ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *