આતંકવાદીઓનો કાયરતાપૂર્ણ હુમલાને કારણે 160થી વધુ લોકોના થયા હતા મોત, હચમચી ઉઠી હતી માયાનગરી

26/11 Mumbai Attack: શનિવારે એટલે કે આજરોજ મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઈ(Mumbai)માં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાના 14 વર્ષ પૂર્ણ થયા છે. તેને ભારતના ઈતિહાસનો…

26/11 Mumbai Attack: શનિવારે એટલે કે આજરોજ મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઈ(Mumbai)માં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાના 14 વર્ષ પૂર્ણ થયા છે. તેને ભારતના ઈતિહાસનો સૌથી ભયાનક અને ભયંકર આતંકવાદી હુમલો(terrorist attack) કહેવામાં આવે તો તેમાં કાઈ ખોટું ન કહી શકાય. આ દરમિયાન આતંકવાદીઓએ 160થી વધુ લોકોની હત્યા(More than 160 people were killed) કરી હતી. ચાલો તે દિવસે શું થયું હતું તેના વિશે જાણીએ વિગતવાર…

જો વાત કરવામાં આવે તો 26 નવેમ્બર 2008ની સાંજ સુધીમાં, મુંબઈ રાબેતા મુજબ ધમધમી રહ્યું હતું. શહેરમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય જોવા મળી રહી હતી. લોકો બજારોમાં ખરીદી કરી રહ્યા હતા, તો કેટલાક મરીન ડ્રાઈવ પર રાબેતા મુજબ દરિયામાંથી આવતી ઠંડી પવનની મજા માણીને આનંદ રહ્યા હતા. પણ જેમ જેમ રાત થતી ગઈ તેમ તેમ મુંબઈના રસ્તાઓ પર ચીસો ગુંજવા લાગી હતી.

આ દિવસે પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહમ્મદના 10 આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટો અને ગોળીબાર કરીને મુંબઈને હચમચાવી નાખ્યું હતું. ત્યારે આ આતંકવાદી હુમલાને 14 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ ભારતીય ઈતિહાસનો આ કાળો દિવસ છે, જેને કોઈ ઈચ્છે તો પણ ભૂલાય તેમ નથી. જણાવી દઈએ કે, આ આતંકવાદી હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આતંકવાદીઓ કરાચીથી દરિયાઈ માર્ગે આવ્યા હતા મુંબઈ:
જો વાત કરવામાં આવે તો હુમલાના ત્રણ દિવસ પહેલા એટલે કે 23 નવેમ્બરના રોજ આ આતંકવાદીઓ કરાચીથી દરિયાઈ માર્ગે બોટના માધ્યમથી મુંબઈ પહોંચ્યા હતા. જે બોટમાંથી આતંકીઓ મુંબઈ આવ્યા હતા તે બોટ પણ ભારતીય હતી અને આતંકીઓએ તેને કબજે કરી લીધી હતી અને બોટમાં સવાર ચાર ભારતીયોના મોત થયા હતા. રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ આતંકવાદીઓ કોલાબા નજીક કફ પરેડના માછલી બજાર પર ઉતર્યા હતા.

અહીંથી તેઓ ચાર ગ્રૂપમાં વહેંચાઈ ગયા હતા અને ટેક્સી લઈને પોતપોતાના નક્કી કરેલા સ્થાન તરફ પ્રયાણ કર્યું. કહેવામાં આવે છે કે, જ્યારે આ આતંકવાદીઓ માછલી બજારમાં ઉતર્યા હતા ત્યારે ત્યાંના માછીમારોને તેમને જોઈને શંકા ગઈ હતી. આ પ્રકારની માહિતી મળતા માછીમારો સ્થાનિક પોલીસ પાસે પણ પહોંચ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા તેના પર બહુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું.

શિવાજી રેલવે ટર્મિનલ પર 09.30 વાગ્યે થયું ફાયરિંગ:
પોલીસને રાત્રે 09.30 વાગ્યે છત્રપતિ શિવાજી રેલવે ટર્મિનલ પર ફાયરિંગના સમાચાર મળતા જ પોલીસ દોડવા લાગી હતી. જણાવવામાં આવ્યું હતું કે, અહીં રેલવે સ્ટેશનના મુખ્ય હોલમાં બે હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરોમાંથી એક મોહમ્મદ અજમલ કસાબ હતો, જેને ફાંસી આપવામાં આવી છે. બે હુમલાખોરો દ્વારા AK47 રાઈફલ વડે 15 મિનિટ સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં 52 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

મુંબઈમાં અનેક પ્રખ્યાત સ્થળો પર પણ થયું હતું ફાયરિંગ:
તમને જણાવી દઈએ કે, આતંકવાદીઓનો આ ગોળીબાર માત્ર શિવાજી ટર્મિનસ પૂરતો સીમિત નહોતો. દક્ષિણ મુંબઈનું લિયોપોલ્ટ કાફે પણ એવા કેટલાક સ્થળોમાંથી એક હતું જે આતંકી હુમલાનું નિશાન બન્યું હતું. મુંબઈની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંની એક આ કેફેમાં થયેલા ફાયરિંગમાં માર્યા ગયેલા 10 લોકોમાં ઘણા લોકોમાં વિદેશીઓ પણ સામેલ હતા. 1871થી મહેમાનોની સેવા કરી રહેલા આ કાફેની દિવાલોને ગોળીઓ વીંધી, હુમલાના નિશાનો પાછળ રહી ગયા.

વિલે પાર્લેમાં બે ટેક્સીને ઉડાવી દેવામાં આવી:
રાત્રે 10.30 વાગે સમાચાર મળ્યા હતા કે, વિલે પાર્લે વિસ્તારમાં એક ટેક્સીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં ડ્રાઈવર અને એક મુસાફર માર્યા ગયા હતા. ત્યારે લગભગ 15-20 મિનિટ પહેલા બોરી બંદરથી પણ આવો જ એક જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં ટેક્સી વિશે જાણકારી મળી હતી. ડ્રાઇવર અને બે મુસાફરોના મોત નીપજ્યા હતા. આ હુમલાઓમાં 15 જેટલા લોકો ઘાયલ થયા હતા.

ભારતીય ઈતિહાસના સૌથી ભયાનક આતંકવાદી હુમલાની આ કહાની અહીં પૂરી થતી નથી. પરંતુ 26/11ના ત્રણ મુખ્ય સ્થળ મુંબઈમાં તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટેલ અને નરીમાન હાઉસ હતા. જ્યારે હુમલો થયો ત્યારે તાજમાં 450 અને ઓબેરોય ખાતે 380 મહેમાનો હાજર હતા. જો વાત કરવામાં આવે તો ખાસ કરીને તાજ હોટલની ઈમારતમાંથી નીકળતો ધુમાડો પાછળથી મુંબઈ પરના આ હુમલાની ઓળખ બની ગયો.

મીડિયા કવરેજથી આતંકવાદીઓને મળી મદદ:
જો વાત કરવામાં આવે તો હુમલાની બીજી સવારે એટલે કે 27 નવેમ્બરના રોજ એવી માહિતી મળી હતી કે, તાજ હોટલના તમામ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ બાદમાં એવી માહિતી મળી હતી કે કેટલાક લોકો હજુ પણ આતંકવાદીઓની પકડમાં જ છે, જેમાં ઘણા વિદેશીઓ પણ સામેલ છે. હુમલા દરમિયાન, બંને હોટલને રેપિડ એક્શન ફોર્ડ (RPF), મરીન કમાન્ડો અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કમાન્ડો દ્વારા ઘેરી લેવામાં આવી હતી. મીડિયાના લાઇવ કવરેજથી આતંકવાદીઓને ઘણી મદદ મળી કારણ કે તેઓ ટીવી પર સુરક્ષા દળોની દરેક ગતિવિધિઓ વિશે જાણકારી મેળવતા હતા.

ત્રણ દિવસ સુધી ચાલી હતી સુરક્ષા દળોની કાર્યવાહી :
મહત્વનું છે કે, સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ત્રણ દિવસ સુધી અથડામણ ચાલી હતી. આ દરમિયાન મુંબઈમાં વિસ્ફોટ થયો, આગ ફાટી નીકળી, ગોળીબાર થયો અને બંધકોની આશાઓ ડૂબી રહી હતી. તાજ, ઓબેરોય અને નરીમાન હાઉસ પર માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના 1.25 અબજ લોકોની નજર રહેલી હતી.

હુમલા સમયે તાજમાં ઘણા વિદેશી મહેમાનો હતા હાજર:
જે દિવસે તાજ હોટેલ પર હુમલો થયો તે દિવસે ઈન્ટરનેશનલ ટ્રેડ એસોસિએશનની સંસદીય સમિતિના ઘણા સભ્યો હોટેલમાં રોકાયા હતા, જોકે તેમાંથી કોઈને નુકસાન થયું ન હતું. જ્યારે હુમલાઓ શરૂ થયા ત્યારે યુરોપિયન સંસદના બ્રિટિશ સભ્ય સજ્જાદ કરીમ તાજની લોબીમાં હતા ત્યારે જર્મન સાંસદ એરિકા માનને છુપાઈ જવું પડ્યું હતું. ઓબેરોયમાં હાજર લોકોમાં ઘણા જાણીતા લોકો હતા. તેમની વચ્ચે ભારતીય સાંસદ એનએન કૃષ્ણદાસ પણ હતા, જેઓ પ્રખ્યાત બ્રિટિશ ઉદ્યોગપતિ સર ગુલામ નૂન સાથે ડિનર કરી રહ્યા હતા.

NSG કમાન્ડો નરીમાન હાઉસમાં થયા હતા શહીદ :
બંને હુમલાખોરોએ મુંબઈમાં યહૂદીઓના મુખ્ય કેન્દ્ર નરીમન હાઉસ પર પણ કબજો કરી લીધો હતો. ત્યાં ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી NSG કમાન્ડોએ નરીમન હાઉસ પર પહોચ્યા હતા અને કલાકોની લડાઈ બાદ હુમલાખોરોનો ખાત્મો થયો પરંતુ એક NSG કમાન્ડો પણ શહીદ થયા હતા. હુમલાખોરોએ પહેલાથી જ રબ્બી ગેબ્રિયલ હોલ્ટ્ઝબર્ગ અને તેની છ મહિનાની ગર્ભવતી પત્ની રિવકાહ હોલ્ટ્ઝબર્ગ સહિત ઘણા લોકોની હત્યા કરી હતી. બાદમાં સુરક્ષા દળોને ત્યાંથી કુલ છ બંધકોના મૃતદેહ મળ્યા હતા.

આ હુમલામાં 160થી વધુ લોકોએ ગુમાવ્યા હતા જીવ:
જણાવી દઈએ કે, 29 નવેમ્બરની સવાર સુધીમાં નવ હુમલાખોર આતંકવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યા હતા અને અજમલ કસાબના રૂપમાં એક હુમલાખોર પોલીસની કસ્ટડીમાં હતો. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હતી પરંતુ 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે દેશ માટે ખુબ જ દુઃખદ બાબત કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *