વરાછામાં ૨૬ મહિલાઓ શ્રાવણીયો જુગાર રમતી ઝડપાઈ- જાણો વિગતો

વરાછા અને સરથાણા વિસ્તારમાં પોલીસે છાપો મારીને જુગાર રમતી કુલ 26 મહિલાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી પોલીસે ગંજી પાના અને 29500 રૂપિયા…

વરાછા અને સરથાણા વિસ્તારમાં પોલીસે છાપો મારીને જુગાર રમતી કુલ 26 મહિલાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી પોલીસે ગંજી પાના અને 29500 રૂપિયા કબ્જે કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વરાછા પોલીસે વર્ષા સોસાયટી એક મકાનમાં છાપો મારીને ત્યાં જુગાર રમતી 15 મહિલાઓને ઝડપી પાડી હતી. તેમની પાસેથી પોલીસે 24570 રૂપિયા અને ગંજી પાના કબ્જે કર્યા હતા. તેવીજ રીતે સરથાણા પોલીસે પાસોદરા ગામમાં સૌરાષ્ટ્ર રેસિડેન્સીમાં છાપો મારીને ત્યાં જુગાર રમતા 11 મહિલાઓને ઝડપી પાડી હતી. તેમની પાસેથી પોલીસે 4910 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

મનીષાબેન ભરતભાઇ ગોંડલીયાની, અરૂણાબેન નલીનભાઇ હિરજીભાઇ ડોબરીયા ગીતાબેન ખીમજીભાઇ વાઘેલા, વિલાશબેન અર્મુતભાઇ પોકીયા, કાંતુબેન રમેશભાઇ શિયાળ, ચંપાબેન રમેશભાઇ  દુધાત્રા, રેખાબેન મુકેશભાઇ મગનભાઇ કાકડીયા,જયશ્રીબેન મનહરભાઇ પાનસુરીયા, મંજુબેન પાસાભાઇ સોજીત્રા, નયનાબેન રમેશભાઇ, મનીષાબેન જગદિશભાઇ ઠુમ્મર, નીરૂબેન રામજીભાઇ તડાવીયા, વર્ષાબેન દિનેશભાઇ ડોબરીયા, મનીષાબેન ઠાકરસીભાઇ કાનાણી, ગીતાબેન રમેશભાઇ રાદડીયા વગેરેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *