આજકાલ દેશભરમાંથી આવતા વિદ્યાર્થીઓના આપઘાતના સમાચારમાં એક વધુ એન્જીનિયરિંગ (Engineering)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાતકર્યો છે. દેશની જાણીતી એવી મુંબઈની કોલેજ IIT બોમ્બે (IIT Bombay)ના વિદ્યાર્થીએ સવારે 5 વાગ્યે હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો.
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, આ યુવક 26 વર્ષનો હતો અને તે એન્જિનિયરિંગમાં માસ્ટર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આપઘાતની માહિતી મળતા જ ઘટના સ્થળે પોલીસ આવી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી હતી. અને તેમાં કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. સાથોસાથ તેની સુસાઈડ નોટમાંથી જાણવા મળ્યું કે તે ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતો.
Maharashtra | A 26-yr-old PG student of IIT Bombay died by suicide this morning, by jumping from the hostel’s 7th floor. In his recovered suicide note, he stated he had depression & was under treatment, he didn’t hold anyone responsible; further probe is underway: Mumbai Police
— ANI (@ANI) January 17, 2022
પોલીસે યુવકને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરતા પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે હાલમાં આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે અને વિદ્યાર્થીના ડિપ્રેશનનું કારણ શું હતું તે જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે. ત્યારબાદ અધિકારીઓએ યુવકના પરિવારને આ ઘટના અંગે જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ, સંસદ સત્રમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે વર્ષ 2014 થી 2021 દરમિયાન 24 વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના, 3 અનુસૂચિત જનજાતિના, 41 અન્ય પછાત વર્ગના અને ત્રણ લઘુમતી સહીત કુલ 122 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. જેમાં IIM , IIT, IESC , સાથે અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.