3.25 કરોડ ગુજરાતીઓને 21 દિવસ સુધી મફતમાં મળશે અનાજ: CM રૂપાણી

કોરોનાના કેરના અટકાવવા સમગ્ર દેશમાં આજે મધ્યરાત્રીથી સમગ્ર લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. આગામી 21 દિવસ સુધી દેશમા લૉકડાઉન રહેશે ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી છે કે, ડરો નહી બધુ જ મળતું રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. લોકોએ જીવન જરૂરિયાની વસ્તુઓ માટે બહાર નીકળવાની જરૂર નથી. ગુજરાતમાં 21 દિવસ સુધી ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવશે. 60 લાખ પરિવારોને મફત અનાજ આપવામાં આવશે.

https://www.facebook.com/vijayrupanibjp/videos/2376605312631690/

મહત્વનું છે કે, CMના આ નિર્ણયથી 60 લાખ પરિવાર અને સવા 3 કરોડ લોકોને લાભ મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાતમાં કહેવાયું છે કે, 3.5 કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા વ્યક્તિ દીઠ મળશે. તે ઉપરાંત 1 કિલો કુટુંબ દીઠ દાળ અને 1 કિલો મીઠું પણ આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે, હજુ પણ મહત્વના નિર્ણયો લેવાશે. જેમ જેમ નિર્ણય લેવાશે તેમ તેમ લોકોને જાણ કરવામાં આવશે. ગુજરાત સરકારે ગરીબોને 21 દિવસ સુધી મફત ભોજન આપવાની જાહેરાત કરી છે. જે લોકો પાસે રાશનકાર્ડ છે તેમને અમુક અનાજ પણ આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશ્વાસન આપતા કહ્યું હતું કે, વડાપ્રધાને રાષ્ટ્રજોગ સમગ્ર ભારતમાં 21 દિવસ લૉકડાઉનનો નિર્ણય આપણા હિતમાં કર્યો છે. હું ખાતરી આપું છું કે 21 દિવસ દરમિયાન જે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે તે અનુસાર આવશ્યક તમામ ચીજ વસ્તુઓ મળી રહશે. ગભરાશો નહીં… ઘર માટે જરૂરી દૂધ, શાકભાજી, દવાઓ, અનાજ, કરિયાણું, ખાદ્યચીજ વસ્તુઓ મળી રહેશે. હોસ્પિટલ, લેબોરેટરી અને મેડિકલ ચાલુ રહેશે.

સીએમ રૂપાણીએ પોતાના ફેસબુક પેજ ઉપરથી જાહેર જનતા માટે સંદેશ આપ્યો હતો. 21 દિવસ સુધી ધંધા રોજગાર બંધ થાય એટલે મુશ્કેલી સર્જાય એ સમજી શકાય છે. હજુ પણ અમે ચર્ચાઓ કરીને નિર્ણય લઈ રહ્યા છીએ અને હજુ આ અંગે વધુ તમને અમે જણાવતા રહીશું. ભવિષ્યમાં અન્ય સહાયનો પણ ઉલ્લેખ કરીશુ. 21 દિવસ ભેગા ન થશો. સરકાર તમારી ચિંતા કરે છે. સૌ પોતાના ઘરમાં રહે. રાજ્ય સરકાર તમારી ચિંતા કરી રહ્યુ છે તમે ખાલી ઘરમાં રહો અમે તમારી દરેક મુશ્કેલીનું નિરાકરણ લાવીશુ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોઈ પણ બાબતમાં ગભરાવવાની જરૂર નથી. રાજ્ય સરકારે પણ આવશ્ય વસ્તુની ચેઈન સપ્લાઈ જળવાઈ રહે તેનું પ્લાનિંગ કર્યું છે. બધી જ ચીજવસ્તુ કાયમ મળતી રહેશે. તેની કોઈપણ જાતની અછત સર્જાવાની નથી માટે કોઈએ આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. 21 દિવસ દરમિયાન આ પ્રકારની દુકાનો ખુલી રહેવાની છે તેથી આપ સૌ અમને સાથે સહકાર આપજો. કોઈ પણ ચીજ વસ્તુની સરકાર અછત સર્જવા સરકાર નહી દે તેવી હું ખાત્રી આપુ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *