2014 માં પ્રધાનમંત્રી બનતી વખતે મોદીજી એ 2-2 કરોડ નોકરીઓ આપવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ હાલ નોકરી આપવાને બદલે છીનવાય રહી છે. પાંચ વર્ષમાં જ માત્ર સાત સેક્ટરમાં કામ કરી રહેલા 3.64 કરોડ લોકોની નોકરી જતી રહી છે. હિન્દી અખબાર દૈનિક ભાસ્કરે પોતાના એક રિપોર્ટમાં આવો દાવો કર્યો છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે અખબારે અલગ-અલગ સેક્ટરના એક્સપર્ટ્સ, ઇંડસ્ટ્રી બોડી અને સરકારી રિપોર્ટ્સના માધ્યમથી જાણ્યુ કે દેશભરમાં નોકરીઓની વર્તમાન સ્થિતિ શું છે. રિસર્ચમાં સામે આવ્યુ કે ગત પાંચ વર્ષમાં માત્ર સાત સેક્ટરના 3.64 કરોડ લોકોની નોકરી જતી રહી છે. જેમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગાર સામેલ છે. રિપોર્ટ અનુસાર સૌથી વધુ નોકરીઓ ટેક્સટાઇલ સેક્ટરમાં ગઇ છે.
ઉલ્લેખનીય છે કે સરકાર બજેટમાં આર્થિક સુસ્તીને દૂર કરવા અને વધુ નોકરીઓના પ્રયાસમાં જોડાયેલી છે. રિપોર્ટ અનુસાર સરકારી પ્રયાસ અને જીડીપી ગ્રોથની આશા વચ્ચે આગામી પાંચ વર્ષમાં 5.3 કરોડથી વધુ નવી નોકરીઓ આવવાની સંભાવના છે. જોકે, તાજેતરમાં આવેલા એક રિપોર્ટ જેમાં બતાવવામાં આવ્યુ છે કે દેશમાં બેરોજગારી દર 7.1 ટકાના ઉંચા સ્તર પર પહોચી ગયો છે.
ભાસ્કરના રિપોર્ટ અનુસાર ક્લોથિંગ મેન્યુફેક્ચર્સ ઓફ ઇન્ડિયાના મુખ્ય સંરક્ષક રાહુલ મેહતાએ જણાવ્યુ કે ટેક્સટાઇલ સેક્ટરમાં અલગ-અલગ કારણોથી ગત પાંચ વર્ષમાં 3.5 કરોડ લોકોની નોકરી જતી રહી છે. જોકે, તેમણે કહ્યું કે સ્થિતિ હવે સુધરવા લાગી છે અને આગામી પાંચ વર્ષમાં આટલો રોજગાર ઉભો થવાની આશા છે. આ વચ્ચે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર જણાવે છે કે દેશમાં ‘જોબ લોસ’ જેવી કોઇ વાત નથી. જોકે, નવી નોકરીઓની ઝડપ ધીમી જરૂર થઇ છે પરંતુ કેન્દ્ર સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધાર્યો છે. રોકાણ પણ વધશે અને નવી નોકરીઓ પણ ઉભી થશે.
ક્યા સેક્ટરમાં કેટલી નોકરી ગઇ
ટેક્સટાઇલ: 3.5 કરોડ (કારણ- વૈશ્વિક મંદી, ઉત્પાદનનો ખર્ચ વધવો, બાંગ્લાદેશમાં સસ્તા ખર્ચે બિઝનેસ)
જેમ એન્ડ જ્વેલરી: 5 લાખ (કારણ- સોનાના વધતા ભાવ, સોનાની આયાત પર વધુ કસ્ટમ ડ્યૂટી- લોકોનું વિદેશથી વધુ સોનું ખરીદવુ)
ઓટો: 2.30 લાખ (BS-6 વાહનો આવ્યા પહેલા વેચાણ ઘટ્યુ, ઓટોમેશન પણ એક કારણ)
બેન્કિંગ: 3.15 લાખ (સરકારી બેન્કોના મર્જરને કારણે બ્રાંચોની સંખ્યા ઘટી, જેનાથી નોકરીઓ પણ ઘટી)
ટેલીકોમ: 90 હજાર (પ્રાઇઝ વોરને કારણે ટેલીકોમ કંપનીઓને નુકસાન થયુ, માત્ર ત્રણ ખાનગી કંપની બચી)
રિયલ સ્ટેલ: 2.7 લાખ (નોટબંધી બાદ સ્થિતિ ખરાબ થઇ. બાદમાં જીએસટી જેવા કાયદા આવ્યા બાદ શરૂઆતમાં સ્થિતિ વધુ ખરાબ થઇ)
એવિએશન: 20 હજાર (જેટ એરવેજ અને કિંગ ફિશર બંધ થવાને કારણે 20 હજાર નોકરીઓ ગઇ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.