સુરત (Surat) શહેરમાંથી હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. સુરત શહેરના સચીન જીઆઇડીસી (Sachin GIDC) વિસ્તારમાં આવેલા એક તળાવમાં ત્રણ બાળકો ડૂબી જતાંની ખબર સામે આવી છે. માહિતી મળતા જ પોલીસ અધિકારી અને ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બાળકોની શોધખોળ કરવા, મોડી રાતથી જ જવાનો જહેમત કરી રહ્યા હતા, પરંતુ મૃતદેહ ન મળતા આજે વહેલી સવારથી બોટ લઈને બાળકોને શોધવા તળાવમાં ઉતર્યા હતા. ત્યારે જવાનોને તળાવકિનારે બાળકોના કપડાં મળી આવ્યા હતા. ભારે જહેમત બાદ ઘટનાના 10 કલાક પછી ફાયર વિભાગને બંને બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા બંને બાળકોની ઉંમર 12 અને 13 વર્ષની છે. સ્થાનિક લોકોએ જણાવતા કહ્યું હતું કે, તળાવમાં ડૂબેલા ત્રણ બાળકો 12, 13 અને 14 વર્ષના હતા. ઘટનાની જાણ થતા બાળકોના પરિવારજનો પણ તળાવ પાસે દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાના 10 કલાક પછી પણ બાળકોની કોઇ ખબર ન મળતાં, ચારેબાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે જહેમત બાદ બાળકોના મૃતદેહ મળતા પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.
સ્થાનિક લોકોએ વધુમાં જણાવ્યું હતું કે, આજે વહેલી સવારથી ફાયર વિભાગના જવાનો અને અધિકારીઓ તળાવમાં ડૂબેલા બાળકોની શોધખોળ કરી રહ્યા છે. સાથોસાથ આ બાળકો સુરત શહેરના ઉન વિસ્તારના હોવાની શક્યતા દર્શાવી છે. બે બાળકોના મૃતદેહો મળી આવ્યા છે, પરંતુ હાલ ત્રીજા બાળકની હજુ પણ કોઇ અતોપતો છે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.