સુરતના ઉધના રેલવે સ્ટેશન પાસે પાટાઓ પાર્ક કરતી વખતે ત્રણ યુવકો ટ્રેનની ઝપેટમાં આવી ગયા. જેનાથી એક યુવકનુંઘટનાસ્થળ પર અને બીજાને હોસ્પિટલમાં ઇલાજ દરમિયાન મૃત્યુ થયું. ત્રીજા ની હાલત ગંભીર છે.
બીજી ટ્રેનમાં બેસી ગયા હતા, ચાલુ ટ્રેનમાં ઉતર્યા.
રાજસ્થાનના છ યુવકો અજમેરથી પુરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વલસાડ જવા માટે નીકળ્યા. સુરત સુધી ટ્રેન હોવાથી તેઓ સુરત ઉતરી ગયા, પછી વલસાડ જવા માટે બીજી ટ્રેનમાં બેસી ગયા.ટ્રેનમાં બેસી ગયા બાદ તેમને ખબર પડી કે આ ટ્રેન સુપર ફાસ્ટ છે જે વલસાડ નહીં રોકાય. તે સમયે ટ્રેનની ઝડપ ધીમી હતી તેથી ત્રણેય લોકો ચાલુ ટ્રેનમાંથી ઉતરી ગયા. ઉતરતાની સાથે જ ત્રણ યુવકો બીજી ટ્રેનની ઝપેટમાં આવી ગયા. તેનાથી એક યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ અન્ય બે યુવકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ઇલાજ દરમ્યાન એક યુવકનું મૃત્યુ થયું. હોસ્પિટલમાં દાખલ એક યુવકની હાલત ગંભીર છે.
વલસાડની હોટલમાં કામ કરવા માટે આવ્યા હતા.
રાજસ્થાનના યુવક કુલદીપ, પ્રવિણ ધીર સિંગ, પ્રવીણ નારાયણસિંહ, મહેન્દ્રસિંહ, પીન્ટુ પ્રકાશ સિંહ અને તેમના મિત્રો વલસાડ જવા માટે નીકળ્યા હતા. પ્રવીણ નારાયણ સિંહ ની ઓળખ વલસાડના એક હોટલમાં નોકરી કરે છે તે રીતે થઈ હતી. તેથી બધા હોટલમાં જઈ રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.