સુરતમાં આ આઈસક્રીમ પાર્લરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાવાળી કુલ્ફી વેચવાનું થયું શરૂ…

સુરતના પેરોલ પોઇન્ટ પર સરગમ કોમ્પ્લેક્સ માં રહેલું આઈસક્રીમ પાર્લર ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાવાળી કુલ્ફી વેચવાનું શરૂ કર્યું છે. સાથે સાથે પીએમ મોદીના…

સુરતના પેરોલ પોઇન્ટ પર સરગમ કોમ્પ્લેક્સ માં રહેલું આઈસક્રીમ પાર્લર ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાવાળી કુલ્ફી વેચવાનું શરૂ કર્યું છે. સાથે સાથે પીએમ મોદીના આ કુલ્ફીના બે ફ્લેવર પણ રાખવામાં આવ્યા છે. હાલમાં આ કુલ્ફી સીતાફળ અને કેરીના ફ્લેવરમાં વેચાઈ રહી છે. આ કુલ્ફી બજારમાં આવતાની સાથે જ લોકોએ આ કુલ્ફીનો આનંદ ઉઠાવ્યો છે. અને લોકો આ કુલ્ફી ને વધારે પ્રમાણમાં માંગ કરી રહ્યા છે.

આ કુલ્ફી બનાવવાની શરૂઆત જ્યારે મોદી સરકાર બીજીવાર સત્તા પર આવ્યા અને દસ દિવસ પછી જ્યારે શપથવિધિ માં પરિવાર મોદી શપથ લેવાના હતા ત્યારે આ સ્પેશ્યલ કુલ્ફી નું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. ખાસ તો આ આઈસ્ક્રીમ પાર્લર ફરી વખત મોદી સરકાર સત્તા પર આવતા આ કુલફીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ પણ રાખેલું હતું. અને કુલ્ફી બજારમાં મુકતાની સાથે લોકોએ ખૂબ જ આનંદ માણ્યો હતો. આ કુલ્ફી ને કિંમત 280 રૂપિયા નક્કી કરવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી 50 ટકા ડિસ્કાઉન્ટ માં મળતી હતી ત્યારે આ કુલ્ફી ફક્ત 140 રૂપિયામાં જ લોકોને મળતી હતી.

સામાન્ય રીતે જોઈએ તો આઈસક્રીમ અને કુલ્ફી નરમ જોવા મળે છે પરંતુ પીએમ નરેન્દ્ર મોદી ના ચહેરાવાળી આ કુલ્ફી થોડી કડક બનાવવામાં આવી છે, જેના કારણે પીએમ મોદીના ચહેરાનો આકાર બદલે નહીં.

આ ઘટના પહેલા રાજકોટમાં પણ નરેન્દ્ર મોદીના તસવીર વાળી વીટી ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક દુકાનદારે શરૂ કરી હતી. આ દુકાનદાર ની બનાવેલી વીંટી માં નરેન્દ્ર મોદીના ફોટા અને એક ઝલક જોવા મળી રહી હતી. તેવી જ રીતે આ કુલ્ફીની ખૂબ જ માંગ વધી છે તને લોકો આ કુલ્ફીનો આનંદ માણવા માટે ગમે તેટલા પૈસા દઈને પણ આ કુલ્ફી માટે પડાપડી કરી રહ્યા છે. જેવી રીતે નરેન્દ્ર મોદીના ચહેરા વાળી આ કુલ્ફી ની માંગ ખૂબ જ વધુ છે તેથી એક તારણ કાઢી શકાય કે પીએમ મોદી થી જોડાયેલી દરેક વસ્તુઓ ની માંગ ખૂબ જ વધુ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *