વડોદરા(ગુજરાત): હાલમાં એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં ગરમીને લીધે લોકો તળાવમાં કે નદીમાં નાહવા પડતા હોય છે અને ડૂબી જવાથી મોત નીપજતા હોય છે. આ દરમિયાન વડોદરા શહેરની નજીક શેરખી ભીમપુરા ચોકડી નજીક આવેલી નર્મદા કેનાલમાં મજૂરી કામ કરીને છુટીને ઘરે જઇ રહેલા 3 યુવાનો પૈકી બે સગા ભાઇ કેનાલમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. આ દરમિયાન, એકનો બચાવ થયો હતો.
જાણવા મળ્યું હતું કે, ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કેનાલના વહેતા પાણીમાં ગુમ થયેલા બે ભાઇના મૃતદેહને બહાર કાઢીને પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંન્ને ભાઇઓ એલએન્ડટી દ્વારા બનાવવામાં આવી રહેલા એક્સપ્રેસ હાઇવેની કામગીરીની મજૂરી કામ કરતા હતા.
વડોદરાના શેરખી અને ભીમપુરા ગામ પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે. આ કેનાલ નજીક એલએન્ડી ટી કંપની દ્વારા એક્સપ્રેસ હાઇવેનું કામકાજ ચાલી રહ્યું છે. રોડ બનાવવાની કામગીરી ઝારખંડના બે સગા ભાઇઓ અજય ભોઇટા અને તેનો નાનો ભાઇ વિનોદ ભોઇટા મજુરીકામ કરતા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, મોડી સાંજે બંન્ને ભાઇ તથા તેની સાથે મજુરીકામ કરતો સરજુ નામનો યુવાન મિત્રો ઘરે જતા રહ્યા હતા.
ભીમપુરાથી શેરખી ચોકડી નજીક નર્મદા કેનાલ આવતા તેઓ કોઇ કારણોસર કેનાલમાં નહાવા પડ્યા હતા. જેમાં અજય ભોઇટા અને બંન્ને ભાઇઓએ તણાતા સાથી મિત્ર સરજુને બચાવવા માટે કેનાલમાં કુદકો માર્યો હતો અને તે પણ તેની સાથે તણાવા લાગ્યો હતો. આ દરમિયાન, બુમાબુમ કરતા નજીક ઉભેલા એક આધેડ વ્યક્તિએ દોરડું અને ડોલ લઇને દોડી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.