યુવતીને માસીના જ દીકરા સાથે બંધાયા પ્રેમસબંધ, પિતાને ખબર પડતા થયું એવું કે…

પંચમહાલ જીલ્લાના બીલીથા ગામે અન્ય વ્યક્તિ સાથે સબંધ છે તેવી શંકા જતા પત્નીની હત્યા કરવામાં આવી અને આ સમગ્ર ઘટના સામે આવતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પત્નીની હત્યા કરીને પતિ ત્યાંથી ભાગી છુટ્યો હતો. શનિવારના રોજ સાંજે પતિની કુવામાંથી મૃતદેહ મળી આવતા આ ઘટનામાં નવો ટર્નીંગ પોઈન્ટ આવ્યો છે. ત્યારે પત્નીની હત્યામાં એક અલગ જ વાત બહાર આવી છે.

મળતી માહિતી અનુસાર, બીલીથાની યુવતીને તેમના જ માસીના દીકરા સાથે શારીરિક સબંધ બંધાયા હતા. હમણાં થોડા દિવસ પહેલા જ યુવતીના પિતા એક ધાર્મિક પ્રસંગની સમાપ્તિ બાદ ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે તેમને જાણ થઇ કે, દીકરીના સાળીના છોકરા સાથે શારીરિક સબંધ બાંધ્યા હોવાની જાણકારી મળી હતી અને તેમને આ શારીરિક સબંધને લઈને સમાજમાં દીકરીની બેઈજ્જતી થઇ રહી હોવાનું લાગતું હતું.

પોતાની દીકરીને કોઈ અન્ય સાથે આડાસબંધ હોવાની વાતો સમાજમાં ફરતી થવાને લીધે પિતાને સમાજના લોકોને ભેગા કર્યા હતા. જોકે તેણે તેમાં સાઢુ ભાઈ, સાળી અને તેમનો છોકરો હાજર રહ્યા નહોતા. આ બાબતનો ગુસ્સો અને આક્રોશ રાખીને પતિએ ત્રણ દિવસ પહેલા જ પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને તેમની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ તે ફરાર થઇ ગયો હતો.

આ સમગ્ર ઘટના અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જયારે બીજી બાજુ પત્નીની હત્યા કરીને નાચી છુટેલ હત્યારા પતિનો મૃતદેહ સાંજના રોજ હડકાય માતાના મુવાડા ફળિયામાં તેઓના ઘરથી થોડે દૂર જ આવેલ એક કૂવામાંથી મળી આવ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યોપ હતો. પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *