દવા લઈને ટ્રીપલ સવારીમાં ઘરે પરત ફરતા મિત્રોને થયો કાળનો ભેટો- કાયમ માટે બુજાયા બે પરિવારના કુળદિપક 

અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, મહુધા નડિયાદ રોડ(Mahudha…

અકસ્માત (accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, મહુધા નડિયાદ રોડ(Mahudha Nadiad Road) પર આવેલ ભૂલી ભવાની પાટીયા નજીક નડિયાદ(Nadiad) તરફથી બાઈક પર ત્રણ સવારીમાં આવતા યુવકોએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મહુધા તરફથી આવતી ટ્રકમાં ધડાકા ભેર ટકરાતાં બે યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘવાતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

મહુધા તરફથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાયા:
મળતી માહિતી મુજબ, છીપડી કલેસરથી ત્રણ મિત્રો એક જ બાઈક પર નડિયાદ દવા લેવા સવારે આઠ વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. ત્યાંથી તેઓ એક વાગ્યાની આસપાસ પરત કલેસર જવા નીકળ્યા હતા. તે સમયે મહુધા ભૂલી ભવાની પાટીયા નજીક પહોંચતા બાઇકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મહુધા તરફથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાયા હતા.

70 ફૂટ દૂરથી ટ્રકને બ્રેક મારી રોકવાનો પ્રયત્ન કર્યો હતો:
અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઇક સવાર યુવકો રોડની બાજુના ખેતરની વાડમાં ફેંકાઇ ગયા હતા. આ બનાવની જાણ થતા રોડ પરના વાહનચાલકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ સહિત 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ યુવકોને રોડ પર લાવવામાં આવ્યા હતા. જેમાં બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા. અને એક યુવક અર્ધ બેભાન અવસ્થામાં હોવાથી તેને મહુધાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

માતા-પિતાએ આધાર ગુમાવ્યો:
મૃતકોમાં મનહર રમેશભાઈ ઝાલા(17) અને ધવલ પ્રવીણભાઈ ડાભી(17)નો સમાવેશ થાય છે. જયારે અકસ્માતમાં આર્યન કાનજીભાઈ ઝાલા (16)ને પગ સહીત માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *