પરીક્ષાના તણાવમાં આવી સુરતના વધુ એક વિદ્યાર્થીએ ટુકાવ્યું જીવન- બે બહેનોએ ગુમાવ્યો એકનો એક ભાઈ

ગુજરાતના સુરતમાં એક B.Sc વિદ્યાર્થીએ પંખા પર લટકીને આપઘાત કરી લીધો છે. મામલો સીમાડાગામની ઠાકોર દ્વાર સોસાયટીનો છે. મૃતક રવિ બુટાણી સુરતની મહાવીર કોલેજનો વિદ્યાર્થી…

ગુજરાતના સુરતમાં એક B.Sc વિદ્યાર્થીએ પંખા પર લટકીને આપઘાત કરી લીધો છે. મામલો સીમાડાગામની ઠાકોર દ્વાર સોસાયટીનો છે. મૃતક રવિ બુટાણી સુરતની મહાવીર કોલેજનો વિદ્યાર્થી હતો. રવિની માતાએ પોલીસને જણાવ્યું કે તે જમ્યા બાદ રૂમમાં ગયો હતો. લાંબા સમય સુધી તે બહાર ન આવતાં પરિવારજનોએ તેને બોલાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ રવિએ જવાબ ન આપતા પરિવારજનો તેના રૂમમાં ગયા હતા.

દરવાજો ખુલ્લો હતો અને અંદર પંખાથી લટકતી રવિની લાશ જોઈ પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. તેમણે તાત્કાલિક સરથાણા પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મૃતકની માતાએ જણાવ્યું કે આ દિવસોમાં તેના પુત્રની પરીક્ષાઓ ચાલી રહી હતી અને તે અભ્યાસને લઈને ખૂબ જ તણાવમાં હતો.

રવિ બે બહેનનો એકમાત્ર ભાઈ હતો. ભાઈના મૃત્યુને કારણે બહેનોની હાલત ખરાબ છે. તો ત્યાં પુત્રના મોતથી માતા-પિતા આઘાતમાં છે.

ડિપ્રેશનને કારણે આપઘાત
આ પહેલા મધ્યપ્રદેશના છતરપુરમાં 10માં ધોરણના 17 વર્ષના વિદ્યાર્થી સુમિતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ઉત્કૃષ્ટ વિદ્યાલયનો આ વિદ્યાર્થી ગણિતના પેપરની તૈયારી કરવામાં અસમર્થ હતો. જેના કારણે ડિપ્રેશનમાં આવીને તેણે ગણિતના પેપર પહેલા જ જીવનનો અંત આણ્યો હતો. વિદ્યાર્થીના પરિવારજનોનું કહેવું છે કે લોકડાઉનમાં ઓનલાઈન પેપર હતા. તે દરમિયાન વિદ્યાર્થીઓને નકલ કરવાની આદત પડી ગઈ છે. સરકારે નિયમોમાં ફેરફાર કરતાં વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. સારી રીતે ભણી ન શક્યો અને આ કારણે સુમિતે આત્મહત્યા કરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *