વલસાડમાં હાઈટેન્શન વીજ ટાવર પર ચઢી ગયો યુવક, બચાવવા અનેક અધિકારીઓ આવી ગયા પરંતુ…

હાલ વલસાડ(Valsad) જીલ્લાના પારડી(Pardi) તાલુકામાંથી એક યુવકને કરંટ(Current) લાગવાથી મૃત્યુ થયું હોવાના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પારડી તાલુકાના કલ્પસર(Kalpsar) ગામ ખાતે પસાર…

હાલ વલસાડ(Valsad) જીલ્લાના પારડી(Pardi) તાલુકામાંથી એક યુવકને કરંટ(Current) લાગવાથી મૃત્યુ થયું હોવાના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પારડી તાલુકાના કલ્પસર(Kalpsar) ગામ ખાતે પસાર થતી વીજ કંપની (Power company)ની હાઈટેન્શન લાઈનના પોલ ઉપર એક યુવક ચઢી ગયો હતો. આ ઘટનાની જાણ પારડી વીજ કંપની અને પોલીસને થતાં તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને યુવકને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન યુવક હાઇટેન્શન લાઈન સાથે ટચ થઈ જતા યુવકને કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાને કારણે ત્યાં જ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પારડી પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. આ યુવક ક્યાં કારણોસર હાઈટેન્શનના વીજ ટાવર પર ચડ્યો હતો, તે હજુ સુધી જાણી શકાયું નથી. પારડી તાલુકાના ગોયમાં ગામ ખાતે ખાનગી વીજ કંપનીના સબ સ્ટેશનનો વિરોધ આદિવાસી વિસ્તારના લોકો અને વાંસદના ધારાસભ્ય તેમજ આદિવાસી નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

લખીણપુર વીજ કંપનીના સબ સ્ટેશનનો વિરોધ નોંધાવવાના હતા. ત્યારે આ યુવક તેમના સમર્થનમાં હતો કે કેમ તેની તપાસ પારડી પોલીસ કરી રહી છે. પારડી પોલીસે હાલ યુવકની લાશનો કબ્જો મેળવી ઓળખ કરાવવા આજુબાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જોકે, હજુ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *